News Continuous Bureau | Mumbai
Maratha reservation મરાઠા અનામત માટે ત્રણ દિવસથી આઝાદ મેદાન પર ચાલી રહેલા આંદોલનના પરિપ્રેક્ષ્યમાં, ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે વિકલ્પોની ચકાસણી શરૂ કરી છે. મંત્રીમંડળ ઉપસમિતિએ રવિવારે બે વાર બેઠકો યોજીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. જોકે, તેમાંથી કોઈ ઉકેલ નીકળી શક્યો નથી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ‘ઉકેલ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, અને કાયદા તથા બંધારણના માળખામાં જ નિર્ણય લેવામાં આવશે.’
ચર્ચા દ્વારા જ ઉકેલ શક્ય: મુખ્યમંત્રીની ભૂમિકા
‘આ સંદર્ભે કાયદાના માળખામાં જ નિર્ણય લેવો પડશે. કોર્ટના પહેલાના નિર્ણયોનો પણ વિચાર કરવો પડશે. જો કોઈ એમ કહે કે કાયદાની બહાર જઈને આવા જ નિર્ણયો લો અને સરકારે તેમને ખુશ કરવા માટે આવો નિર્ણય લીધો, તો તે એક દિવસ પણ ટકી શકશે નહીં. તેના પછી મરાઠા સમાજમાં છેતરાયાની ભાવના ઊભી થશે,’ એમ મુખ્યમંત્રીએ જણાવ્યું. તેમણે કહ્યું કે, ‘અમે ચર્ચા કરી રહ્યા છીએ. મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલના અધ્યક્ષપદે બનેલી મંત્રીમંડળ ઉપસમિતિમાં વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે અને કાયદાકીય સલાહકારોનો અભિપ્રાય પણ લેવાઈ રહ્યો છે. તેમાંથી માર્ગ કાઢવાનો પ્રયાસ કરીશું. લોકશાહીમાં ચર્ચા દ્વારા ઉકેલ આવે છે, હઠીલા વલણથી નહીં.’ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ‘જસ્ટિસ શિંદેના અધ્યક્ષપદે એક સમિતિ બનાવવામાં આવી, તે સમિતિના કારણે જ ઘણી નોંધો મળી અને અનેક લોકોને પ્રમાણપત્રો પણ મળ્યા. શિંદે સમિતિએ જ જરાંગેને મળીને આ ફેરફાર માટે સમય લાગશે તે જણાવ્યું હતું, પરંતુ ‘હમણાં જ આપો’ તેવું તેમનું કહેવું છે. આખરે ચર્ચા દ્વારા જ માર્ગ કાઢી શકાય છે. મારે કાયદા મુજબ જ નિર્ણયો લેવા પડે છે. હું બંધારણના માળખાની બહાર જઈ શકતો નથી.’
જરાંગેએ આપ્યો નવો વિકલ્પ, આંદોલનની અસર વધશે
સરકાર પાસે 58 લાખ કુંબીની નોંધો છે. આ જ આધાર પર મરાઠા અને કુંબી એક જ છે તેવો સરકારી નિર્ણય (GR) બહાર પાડવો જોઈએ,’ તેવો નવો વિકલ્પ મનોજ જરાંગેએ રવિવારે સાંજે સરકારને આપ્યો. જરાંગેએ સોમવારથી પાણીનો ત્યાગ કરવાનો સંકેત પણ આપ્યો છે, જેના કારણે આંદોલનની તીવ્રતા વધુ વધશે. તેમણે આંદોલનકારીઓને નેતાઓને આંદોલન સ્થળે આવતા રોકવા નહીં તેવી સૂચના પણ આપી.
આ સમાચાર પણ વાંચો : Uttarashadha Nakshatra: જાણો ધન અને મકર રાશિમાં ઉત્તરાષાઢા નક્ષત્રની ભૂમિકા અને વિશેષતાઓ
આંદોલનકારીઓએ સુપ્રિયા સુળેને ઘેરી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવાર પક્ષના સાંસદ સુપ્રિયા સુળેએ રવિવારે આઝાદ મેદાનમાં મનોજ જરાંગેની મુલાકાત લીધી. આ મુલાકાત પછી પાછા ફરતી વખતે સુળેને આંદોલનકારીઓના રોષનો સામનો કરવો પડ્યો. આંદોલનકારીઓએ સુળેને ઘેરીને તેમની ગાડી રોકવાનો પ્રયાસ પણ કર્યો. જેના કારણે થોડા સમય માટે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.