Site icon

Maratha reservation: મહારાષ્ટ્રમાં NCP સુપ્રીમો શરદ પવારના કાફલા પર પથ્થરમારો, કારનો પાછથયો ળનો કાચ તૂટી ગયો…

Maratha reservation Violence persists in Jalna as police vehicles in Sharad Pawar's convoy Vandalised

Maratha reservation: મહારાષ્ટ્રમાં NCP સુપ્રીમો શરદ પવારના કાફલા પર પથ્થરમારો, કારનો પાછથયો ળનો કાચ તૂટી ગયો…

News Continuous Bureau | Mumbai 

 Maratha reservation: મહારાષ્ટ્રના જાલના (Jalna) જિલ્લામાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે NCP ચીફ શરદ પવાર(Sharad Pawar) ના કાફલા પર પથ્થરમારો (Stone pelting) કરવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે શરદ પવાર શનિવાર (2 સપ્ટેમ્બર)ના રોજ અંતરવાલી ગામથી નીકળી રહ્યા હતા.

હકીકતમાં શુક્રવારની રેલી બાદ શનિવારે સવારે જાલના શહેરમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ (Police )વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં સંભાજીનગર ગ્રામ્ય પોલીસની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ ટીમ શરદ પવાર સાથે કાફલામાં હતી. જ્યારે તેમના પર પથ્થરમારો થયો હતો.

ગાડીની પાછળનો કાચ તૂટી ગયો

પથ્થરમારામાં પોલીસની ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો. ગ્રામીણ પોલીસ દળના ડીએસપી દેવદત્ત ભવરની કારની પણ તોડફોડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મરાઠા આરક્ષણની માંગને લઈને શુક્રવારે મહારાષ્ટ્રના જાલનામાં હિંસા થઈ હતી.

હિંસામાં લગભગ 40 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા

પોલીસના જણાવ્યા અનુસાર, હિંસામાં લગભગ 40 પોલીસકર્મીઓ અને કેટલાક અન્ય ઘાયલ થયા છે. મીડિયા પ્રકાશિત અહેવાલ અનુસાર, પ્રદર્શનકારીઓએ ઓછામાં ઓછી 15 રાજ્ય પરિવહન બસો અને કેટલાક ખાનગી વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસે 360 થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને હિંસામાં કથિત રીતે સામેલ 16 લોકોની ઓળખ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3: વિક્રમ અને પ્રજ્ઞાન ચંદ્ર પર શાંતિથી ઊંઘી જશે, છેલ્લા તબક્કા પર કામ ચાલુ; ઈસરોએ કરી તૈયારી…

શરદ પવાર અંતરવાલી સારથી ગામ પહોંચ્યા

શુક્રવારે, પોલીસે ઔરંગાબાદથી લગભગ 75 કિમી દૂર અંબાડ તહસીલના ધુલે-સોલાપુર રોડ પરના અંતરવાલી સારથી ગામમાં હિંસક ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. રાજ્ય સરકારે રાજકીય રીતે પ્રભાવશાળી મરાઠા સમુદાય માટે અનામતની જોગવાઈ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. એનસીપી પ્રમુખ શરદ પવાર શનિવારે અંતરવાલી સારથી ગામમાં પહોંચ્યા હતા.  

Exit mobile version