Site icon

Shelf cloud : હરિદ્વારમાં આકાશમાં દેખાયો ‘શેલ્ફ ક્લાઉડ’, આ નજારો જોઈને લોકોની નીકળી ગઈ ચીસ, જુઓ વિડિયો..

Shelf cloud : વાદળ ફાટવાથી હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ સુધી તબાહી સર્જાઈ છે. આવા માહોલમાં હરિદ્વારથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ કુદરતના કોઈ મોટા પ્રકોપની આશંકાથી કંપી જશો.

Shelf cloud : હરિદ્વારમાં આકાશમાં દેખાયો 'શેલ્ફ ક્લાઉડ', આ નજારો જોઈને લોકોની નીકળી ગઈ ચીસ, જુઓ વિડિયો..

Shelf cloud : હરિદ્વારમાં આકાશમાં દેખાયો 'શેલ્ફ ક્લાઉડ', આ નજારો જોઈને લોકોની નીકળી ગઈ ચીસ, જુઓ વિડિયો..

News Continuous Bureau | Mumbai

Shelf cloud : દેશના અનેક રાજ્યોમાં ચોમાસાના વરસાદે ભારે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર જેવા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનથી ઘણું નુકસાન થયું છે. હિમાચલ (Himachal pradesh) માં બિયાસ નદીનું ઉગ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તો ઉત્તરાખંડ (Uttarakhand) માં અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરકાશીમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ(Heavy rain)ને કારણે હર્ષિલ અને ક્યારકુલી ગામોની વચ્ચે વહેતી જાલંધરી નદીમાં પૂર આવી ગયું છે. નદીના પ્રચંડ પ્રવાહથી હરસિલ-ક્યારકુલી ટ્રેકને જોડતો પુલ પણ ધોવાઈ ગયો હતો.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

આકાશમાં જોવા મળતું અનોખું દ્રશ્ય

દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વાર (Haridwar) થી એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા (Social Media) પર સતત વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સફેદ રંગના વાદળો ઝડપથી નીચે આવી રહ્યા છે અને એક લાઇન બનાવી રહ્યા છે. કેટલાક લોકો એવું કહેતા પણ સાંભળી શકાય છે કે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. જો કે, તે એટલી તીવ્રતાનું વાવાઝોડું નથી કે તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થાય.

આ સમાચાર પણ વાંચો: Abhira : અક્ષરા-અભિમન્યુએ ટ્વિટર પર જમાવ્યું પ્રભુત્વ, ‘અભીરા’ ના ચાહકોએ મેકર્સ પાસે કરી આ માંગણી

શું છે ‘શેલ્ફ ક્લાઉડ’

આ નજારો સુંદર હોવાની સાથે સાથે ઘણો ખૌફનાક પણ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે હરિદ્વારનો છે.
વાસ્તવમાં આ ‘શેલ્ફ ક્લાઉડ’ જેને આર્કસ ક્લાઉડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ઠંડી, ગાઢ હવાને ગરમ વાતાવરણમાં ધકેલવામાં આવે છે ત્યારે ‘શેલ્ફ ક્લાઉડ’ (Shelf cloud) રચાય છે. આ પછી ઠંડી હવા ઝડપથી નીચે આવે છે અને તેની સાથે ફેલાય છે. આ પછી, વાદળોના વિવિધ આકાર રચાય છે. સામાન્ય રીતે પાતળી રેખામાં આ હવા વાદળના રૂપમાં નીચે તરફ વહે છે. તે વાદળોની વિશિષ્ટ ઘન રેખા દ્વારા ઓળખાય છે.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version