Site icon

મોટી દુર્ઘટના ટળી – માથેરાન મીની ટ્રેનના ટ્રેક પર જોવા મળ્યા રેલવે ટ્રેકના ટુકડા- લોકો પાયલટે આ રીતે બચાવ્યા પ્રવસીઓના જીવ

News Continuous Bureau | Mumbai

માથેરાન(Matheran Mini Train)ની મીની ટ્રેન, જે માથેરાનની રાણી તરીકે જાણીતી છે, જે ઠંડી હવાનું સ્થળ હોવાથી પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. આ મીની ટ્રેનના પાટા પર રેલવે ટ્રેક(Railway track) ના મોટા ટુકડા પડ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે લોકો પાયલટની તકેદારીના કારણે મોટી દુર્ઘટના ટળી છે.  

Join Our WhatsApp Community

વાત જાણે એમ છે કે જયારે રવિવારે સાંજે 5.30 વાગ્યે, જ્યારે માથેરાન-નેરલ મિની ટ્રેન ઘાટ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા રેલવે ટ્રેકના માર્ગમાં લોખંડના સ્લીપર્સ (રેલવે ટ્રેકના ટુકડા) મૂકીને આ અકસ્માત સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન, તે જ રૂટ પર ટ્રેન પસાર થઈ રહી હતી, આ સમયે લોકો પાયલટ દીપચંદ (ડીસી) મીના અને અલ્પ સુધાંશુની નજર તેના પર પડી. તેઓએ તરત જ ટ્રેન રોકી દીધી અને આનાથી મોટી દુર્ઘટના ટળી. અજાણ્યા શખ્સોના આ કૃત્યને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી જવાની શક્યતા હતી. આ ઘટનાની જાણ મધ્ય રેલવે પ્રશાસન(Central Railway Administration) ને કરવામાં આવી હતી. જે બાદ ટ્રેનને ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવી હતી. હાલ જીઆરપી(GRP) ની રેલ્વે પોલીસે હવે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  OLA ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો ઈરાદો છે- તો જાણો કેવી રીતે બુક કરવું- અહીં સંપૂર્ણ પ્રોસેસ વાંચો

છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલી નેરલ-માથેરાન મિની ટ્રેન 22 ઓક્ટોબરથી ફરી પ્રવાસી સેવામાં આવી છે. દિવસ દરમિયાન અપ અને ડાઉન જેવા ચાર ફેરા હોય છે. નેરલથી માથેરાનની સાથે, અમન લોજથી માથેરાન શટલ સેવાઓ પણ ચલાવવામાં આવે છે. હાલમાં છ કોચની ત્રણ મિની ટ્રેનો છે અને તે ડીઝલ એન્જિન પર ચાલે છે.

Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Leopard Poaching Shock:પાલઘરમાં વન વિભાગનું મોટું ઓપરેશન: દીપડાની ચામડી સાથે બે શિકારીઓ ઝડપાયા, સંજય ગાંધી નેશનલ પાર્કમાં શિકાર કર્યાની કબૂલાતથી ખળભળાટ
Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
Exit mobile version