Site icon

Vibrant Gujarat Global Summit 2024: ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠક

Vibrant Gujarat Global Summit 2024: ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ સ્ટેટની ક્ષમતાનો લાભ લેવા તિમોર લેસ્તે ઉત્સુક છે: રાષ્ટ્રપતિ શ્રી જોઝે રામોઝોર્તા

Meeting of Chief Minister Mr. Bhupendra Patel with President of Democratic Republic of Timor Leste

Meeting of Chief Minister Mr. Bhupendra Patel with President of Democratic Republic of Timor Leste

News Continuous Bureau | Mumbai

Vibrant Gujarat Global Summit 2024: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના ( Timor Leste )  રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તા ( José Ramos-Horta ) સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી.  

Join Our WhatsApp Community

ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ( Narendra Modi ) તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત – ગુજરાત – તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Maldives: ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવમાં આવ્યો રાજકીય ભૂકંપ…દેશના રાષ્ટ્રપતિની ખુરશી આવી ખતરામાં.. જાણો વિગતે..

ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત ( Gujarat ) જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યુ હતું. 

મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકત બેઠકમાં જોડાયા હતાં.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Exit mobile version