News Continuous Bureau | Mumbai
ભારત સરકારની તમામ એજન્સીઓ ભાગેડુ હીરાના વેપારી(Diamond Trader) મેહુલ ચોક્સી(Mehul Choksi) પર કડક કાર્યવાહી કરી રહી છે.
હવે આવકવેરા વિભાગ(Income Tax Department) દ્વારા નાશિકમાં(Nasik) તેની 9 એકર ખેતીની જમીન(Farmland) જપ્ત કરવામાં આવી છે.
આવકવેરા અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે તે જમીનનો કબજો લેવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એક વર્ષ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ મુંબઈમાં ગીતાંજલિ ગ્રૂપ અને તેના પ્રમોટર મેહુલ ચોકસીની રૂ. 14 કરોડથી વધુની સંપત્તિ(prperty) જપ્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીએ PNB માંથી 13 હજાર કરોડનું ગોટાળો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ!! મહારાષ્ટ્રમાં માત્ર આટલા દિવસ ચાલે એટલો જ બ્લડનો સ્ટોક.. જાણો વિગતે
