Site icon

MEMU Train : અસારવા-ચિતોડગઢ રૂટ પર મેમુ ટ્રેનનો પ્રારંભ, ધારાસભ્ય-સાંસદોની ઉપસ્થિતિમાં અપાઈ લીલી ઝંડી

MEMU Train : સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અને માનનીય ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગણમાન્ય અતિથિઓ ની ઉપસ્થિતિમાં 19 એપ્રિલ 2025 ના રોજ હિંમતનગર સ્ટેશન પર અસારવા-ચિત્તોડગઢ ડેમુ થી મેમૂ માં પરિવર્તિત ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી.

MEMU Train Asarwa-Chittorgarh DEMU Train Converts to MEMU Train

MEMU Train Asarwa-Chittorgarh DEMU Train Converts to MEMU Train

News Continuous Bureau | Mumbai

MEMU Train : માનનીય સાંસદ શ્રીમતી રમીલાબેન બારા અને માનનીય ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગણમાન્ય અતિથિઓ ની ઉપસ્થિતિમાં 19 એપ્રિલ 2025 ના રોજ હિંમતનગર સ્ટેશન પર અસારવા-ચિત્તોડગઢ ડેમુ થી મેમૂ માં પરિવર્તિત ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અનૂ ત્યાગી અને અન્ય રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ અને મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Community

પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન સંખ્યા 79403/04 અસારવા-ચિત્તોડગઢ-અસારવા ડેમુ અને ટ્રેન સંખ્યા 079401/02 અસારવા-હિંમતનગર-અસારવા ડેમુ ટ્રેનો ને મેમુ ટ્રેન માં પરિવર્તિત કરવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન સંખ્યા 79403/79404 અસારવા-ચિત્તોડગઢ-અસારવા ડેમુ ને મેમૂ માં પરિવર્તિત ટ્રેન સંખ્યા 69243/69244 અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમૂ 19 એપ્રિલ 2025 થી અસારવા થી અને 20 એપ્રિલ 2025 થી ચિત્તોડગઢ થી ચાલશે.
2. ટ્રેન સંખ્યા 79401/79402 અસારવા-હિંમતનગર-અસારવા ડેમુ ને મેમૂ માં પરિવર્તિત ટ્રેન સંખ્યા 69245/69246 અસારવા-હિંમતનગર-અસારવા મેમૂ 20 એપ્રિલ 2025 થી અસારવા થી અને 21 એપ્રિલ 2025 થી હિંમતનગર થી ચાલશે.

આ સમાચાર પણ વાંચો :Lion Counting Gujarat : ગુજરાતમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં યોજાશે એશિયાઈ સિંહની વસ્તી ગણતરી

મેમૂ ટ્રેનો માં ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ થાય છે, જે ડીઝલ એન્જિન ની તુલનામાં ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. તે પરિવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન ઘટાડે છે, જેનાથી વાતાવરણીય પ્રદૂષણ ઓછું થાય છે. મેમૂ ટ્રેનોનું સંચાલન વધુ પર્યાવરણને અનુકૂળ છે અને સતત વિકાસ ની દિશામાં એક પગલું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version