Site icon News Continuous Bureau | Mumbai

ચૂંટણી જીતવા આખી મહાનગરપાલિકા નો નકશો જ બદલી નાખ્યો. પુનામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એ કરી નાખ્યું આ કાંડ…. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો                              

મુંબઈ, 30 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી નજીક આવવાની સાથે જ મહારાષ્ટ્રમાં પૉલિટિકલ રાજકીય કાવાદાવા ચાલુ થઈ ગયા છે. વર્ષોથી પુણેની આજુબાજુ આવેલાં ગામોને પુણે મહાનગરપાલિકામાં જોડવાની માગણી પ્રલંબિત હતી. છેવટે તેને મંજૂરી મળી ગઈ છે.

હાલમાં જ મહારાષ્ટ્રના નાયબ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અગ્રણી નેતા અજિત પવારે પુણેમાં એક બેઠક કરી હતી. આ બેઠક બાદ તેમણે વર્ષોથી થઈ રહેલી માગણીને મંજૂરી આપી હતી. પુણેની આજુબાજુનાં 23 ગામોને છેલ્લાં અનેક વર્ષોથી પુણે મહાનગરપાલિકામાં ભેળવી નાખવાની માગણી થઈ રહી હતી, જે વર્ષોથી આગળ વધી નહોતી. જોકે હાલમાં જ આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.

ગયા વર્ષે રાજ્ય સરકારે પુણે મહાનગરપાલિકામાં આ 23 ગામોના સમાવેશ માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ત્યાર બાદ 19 અને 20 એપ્રિલ, 2021ના રોજ એના પર સલાહ અને સૂચનો લેવામાં આવ્યાં હતાં. હવે સરકારે તેને મંજૂરી આપી દીધી છે.

એથી પુણે મહાનગરપાલિકામાં આજુબાજુનાં 23 ગામોનો સમાવેશ થઈ જશે. આ નિર્ણય અમલમાં આવવાની સાથે જ પુણે મહાનગરપાલિકા મહારાષ્ટ્રની ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટું કૉર્પોરેશન બનવાનું માન મળી ગયું  છે.

શરમજનક! પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની તપાસ કરતી ટીમ પર હિંસક હુમલો, જાણો વિગત

સૂત્રોના કહેવા મુજબ આ ગામમાં રાષ્ટ્રવાદીનું વર્ચસ્વ હોવાનું કહેવાય છે. એથી જો ગ્રામવાસીઓની વર્ષો જૂની માગણી પૂરી થઈ જાય તો તેમનો વોટ બહુ મહત્ત્વનો સાબિત થઈ શકે છે. શહેરોની જો વોટિંગ પેટર્ન બદલાઈ જાય તો ચૂંટણીમાં તેની મોટા પ્રમાણમાં અસર થઈ શકે છે. એટલે જ આ નિર્ણય પાછળ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે રાજ્યમાં આગામી સમયમાં થનારી પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ચાલ રમી હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version