ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં અને ડિસેમ્બરમાં ફરીથી કમોસમી વરસાદ થવાની ધારણા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી મુંબઈ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં પ્રચંડ મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. સાથે જ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જ્યું છે. આ બંને સ્થિતિએ રાજ્યમાં કમોસમી વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જ્યું છે.
2-3 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં પવનની ઝડપ 65 કિમી પ્રતિ કલાકની રહેશે. મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે દરિયાકાંઠાના માછીમારોને આ દિવસોમાં દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.
વરલીની બીડીડી ચાલમાં થયો ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટઃ આટલા લોકો થયા જખમી, જાણો વિગત