ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મેટ્રો મેન તરીકે જાણીતા ઇ શ્રીધરને સક્રિય રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે.
આજે એક ચોંકાવનારી જાહેરાત કરતા શ્રીધરને કહ્યું કે તેઓ હવે સક્રિય રાજકારણ છોડી રહ્યા છે.
પોતાના હોમ ટાઉન મલપ્પુરમમાં પત્રકારો સાથે વાત કરતા શ્રીધરને કહ્યું, ઘણા લોકો નથી જાણતા કે હું 90 વર્ષનો છું. હું હજુ પણ કામ કરવાનું વિચારી રહ્યો છું.
સાથે તેમણે એમ પણ કહ્યું કે સક્રિય રાજકારણ છોડવાનો અર્થ એ નથી કે હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે E શ્રીધરનને કેરળ વિધાનસભા ચૂંટણી 2021માં બીજેપી સીએમના ચહેરા તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પરંતુ કેરળ વિધાનસભા ચૂંટણીમાં, તેઓ પલક્કડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને વર્તમાન ધારાસભ્ય શફી પારંબિલ સામે 3,859 મતોથી હારી ગયા હતા.