ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
પ. બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને ગોવામાં નવો સાથી મળ્યો છે.
મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીએ સોમવારે ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.
એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, MGP પ્રમુખ દીપક ધવલીકરે જણાવ્યું કે તેમની પાર્ટીની કેન્દ્રીય સમિતિએ આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી રાજ્યની ચૂંટણી માટે TMC સાથે જોડાણ કરવાનો નિર્ણય કર્યો છે.
જોકે મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે, તે હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીએ 2017માં ભાજપને સત્તામાં લાવવામાં મદદ કરી હતી જ્યારે કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી.
મુંબઈ માથે કોરોનાનું સંકટ, વાયરસના સક્ર્મણને વધુ ફેલાતા રોકવા માટે BMCએ લીધું આ પગલું. જાણો વિગત