Site icon

સરકાર મુંબઈના સેક્સ વર્કર્સને 5000 રૂપિયા, દર મહિને 5 કિલો ફ્રી રાશન આપશે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
26 નવેમ્બર 2020

કોરોના વાયરસની અસર લગભગ તમામ વિસ્તારોમાં જોવા મળી છે. એવા સમયે, કોરોના વાયરસને કારણે સેક્સ વર્કરની આર્થિક સ્થિતિ પણ કથળી છે. આ મહિલાઓ પાસે કોઈ ઠેકાણું તેમજ જરૂરી દસ્તાવેજો ના હોવાથી સરકારી રાહત આ લોકો સીધી પહોંચી શક્તિ નથી. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મુંબઈના સેક્સ વર્કર્સને રાશન અને આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

દેશમાં કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. તેને ધ્યાનમાં રાખીને, હવે મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં 5600 સેક્સ વર્કર્સને દર મહિને 5000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે રાશનમાં ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા આપવામાં આવશે. તે જ સમયે, સેક્સ વર્કર્સ કે જેમના બાળકો શાળાએ જાય છે તેમને તેમની ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા માટે 2500 રૂપિયા આપવામાં આવશે.

જો કે, મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય માટે, એક એનજીઓએ સરકારનું ધ્યાન આ હકીકત તરફ દોર્યું હતું કે,  ઘણાં સેક્સ વર્કર છે જેમની પાસે રાશનકાર્ડ, આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ જેવા કોઈ ઓળખ દસ્તાવેજ નથી. આવી સ્થિતિમાં, ઘણા સેક્સ વર્કર એવા લોકોની સૂચિમાંથી બહાર નીકળી જશે જેમને ઓળખના કારણે સરકારની મદદ નહીં મળે.

નોંધનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગે મુંબઇમાં 5600 સેક્સ વર્કરોની સૂચિ બહાર પાડી છે. આમાં તેઓના 1592 બાળકો શામેલ છે. આ સૂચિ મુજબ, તેમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે. જેમાં રેશનિંગ અને નાણાકીય સહાય શામેલ છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version