News Continuous Bureau | Mumbai
Mhada High Court : હાઈકોર્ટે ગુરુવારે 48 વર્ષથી પોતાના હકના ઘરની રાહ જોઈ રહેલા પરિવારને રાહત આપતા કહ્યું છે કે મ્હાડા (Mhada) એ પેશવાઈ ( Peshwa ) જેવો કારોભાર ન કરવો જોઈએ. હાઈકોર્ટે મ્હાડાને આ પરિવારને પઝેશન લેટર ( Possession letter ) આપવા અને શુક્રવારે કોર્ટમાં માહિતી રજૂ કરવાની ચેતવણી આપી છે. આ કેસથી મ્હાડાની કામગીરીનો મુદ્દો ફરી ઉભો થયો છે.
રવિન્દ્રના દાદા ગોરખનાથ ભાટુસે જાનુ મુંબઈમાં મૌલાના આઝાદ માર્ગ પર આવેલી ‘ઝેનત મંઝિલ’ ( zeenat manzil ) બિલ્ડિંગમાં રહેતા હતા. આ ઈમારત જર્જરિત થઈ ગઈ હોવાથી, મ્હાડાએ 1975માં વડાલા ખાતે ટ્રાન્ઝિટ કેમ્પમાં ત્યાંના રહેવાસીઓને મકાનો આપ્યા હતા. પરંતુ થોડા સમયમાં તે ટ્રાન્ઝિટ કેમ્પની બિલ્ડીંગ પણ જર્જરિત થઈ ગઈ હતી. જે બાદ ભાતુસે કુટુંબને ત્યાંથી પણ હટાવી દેવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ બીજા ટ્રાન્ઝિટ કેમ્પમાં આ કુંટુબને ઘર આપવામાં આવ્યું ન હતું. તેથી આ પરિવાર તેમના મૂળ ગામ સતારા જવા રવાના થયો હતો . પાત્ર હોવા છતાં મકાન મળ્યું નથી માટે રવિન્દ્રએ એડવોકેટ આકાશ જયસ્વાર મારફત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં રવીન્દ્રનું પ્રતિનિધિત્વ એડવોકેટ યશોદીપ દેશમુખે કર્યું હતું, જ્યારે એડવો. પ્રકાશ લાડે તેના વિરુદ્ધ દલીલો કરી હતી.
શું છે આ સમગ્ર મામલો..
આ અરજીની સુનાવણી બોમ્બે હાઈકોર્ટના ( Bombay High Court ) જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ કમલ ખથાની બેન્ચ સમક્ષ થઈ હતી. આ પરિવાર છેલ્લા 48 વર્ષથી પોતાના હકના ઘરની રાહ જોઈ રહ્યો છે. રવિન્દ્રના દાદાએ 1975માં પોતાનું ઘર છોડી દીધું હતું. ત્યારથી તે ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતો હતો, જ્યાં રવિન્દ્રના દાદાનું મૃત્યુ થયું હતું. જે બાદ આ જ ટ્રાન્ઝિસ કેમ્પમાં રવિન્દ્રના પિતાનું પણ ત્યાં જ અવસાન થયું હતું. હાઈકોર્ટે આ નિર્દેશ આપતાં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે બે પેઢીઓ પછી પણ ભાટુસે પરિવારને તેમના હકનું મકાન મળ્યું નથી તે ઘણું ખોટું છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈગરાઓને દિવાળી પર મુખ્યમંત્રી શિંદે તરફથી સૌથી મોટી ભેટ.. મેટ્રોને લઈને કરી આ મહત્વની જાહેરાત, જાણો શું છે આ ફેરફાર.. વાંચો અહીં..
ભાટુસે પરિવાર ઘર માટે લાયક હોવા છતાં આટલા વર્ષોમાં તેમને મકાન મળ્યું નથી. જર્જરિત ઇમારતને તોડી પાડ્યા પછી લાયક રહેવાસીઓને આવાસ આપવા માટે મ્હાડા જવાબદાર છે. અન્યોની જેમ ભાટુસે પરિવાર પણ તેમનું હકનું ઘર મેળવવા માંગતો હતો. આટલા વર્ષોથી આ પરિવાર હકના મકાન માટે લડત ચલાવી રહ્યો છે. હાઈકોર્ટે એવું પણ અવલોકન કર્યું છે કે અમને આ પરિવાર માટે ખૂબ જ દુખ છે.
