ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 સપ્ટેમ્બર 2020
એમઆઈએમ દ્વારા રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવા અંગે આક્રમક વલણ અપનાવાઇ રહ્યું છે. આ માટે, એમઆઈએમ પક્ષ એક અભિયાન શરૂ કરશે અને મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળો ખોલવા માટે સરકારને નિવેદન આપશે. આ મુદ્દે વિગતવાર વાત કરતાં એમઆઈએમના ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલે કહ્યું કે 'આજે મંદિર આવતી કાલે મસ્જિદ' ખોલવાનું અભિયાન કરવામાં આવશે.
એમઆઈએમ ના આ વિધાન બાદ, એમઆઇએમ અને શિવસેના વચ્ચે મંદિરો ખોલવાના મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. શિવસેનાના નેતા ચંદ્રકાંત ખૈરે ઉપરોકત મુદ્દા સંદર્ભે કહ્યું કે, અમે સરકાર પાસે મંદિરો ખોલવાની માંગ કરી છે અને મુખ્યમંત્રી આગામી થોડા દિવસોમાં નિર્ણયની ઘોષણા કરશે જ. તેથી, એમઆઈએમએ આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ.”
આમ હવે મંદિર ખોલવાના મુદ્દે શિવસેનાના અને અસદુદ્દીન ઓવેસીના પક્ષના એમએલએ સામ સામે આવી ગયાં છે.
જલિલે સરકારને સંબોધતા કહ્યું કે 'મીશન બીગન અગેઈન'ના ચોથા તબક્કામાં ધાર્મિક સ્થળો ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો ન હોવાથી એમઆઈએમએ આક્રમક વલણ અપનાવવું પડ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com