News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેના કાફલાની કારને અકસ્માત નડ્યો છે.
સદનસીબે આ અકસ્માતમાં આદિત્ય ઠાકરે સુરક્ષિત છે.
કહેવામાં આવી રહ્યું છે કે અચાનક બ્રેક મારવાના કારણે પાછળની કાર અને આગળની કાર અથડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આદિત્ય ઠાકરે કોંકણની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ બુધવારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના ગૃહ રાજ્ય માલવાનમાં રેલીને સંબોધિત કરશે.
માનવામાં આવે છે કે આ પ્રવાસથી શિવસેના પોતાના ગઢ કોંકણને વધુ શક્તિશાળી બનાવવા માંગે છે.
આ સમાચાર પણ વાંચો : ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટે ટ્વિટરની કાઢી ઝાટકણી, પૂછ્યો આ ગંભીર સવાલ; જાણો શુ છે સમગ્ર મામલો
