Site icon

મુખ્ય પ્રધાનની કાળી કમાણી વિદેશમાં પડી છે, મહારાષ્ટ્રના આ સંસદસભ્યે કર્યો સનસનીખેજ આરોપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રના અમરાવતી શહેરનાં સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપ કર્યા છે. એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેએ વિદેશમાં કાળા પૈસા છુપાવ્યા હોવાનો આરોપ કર્યો હતો. હૉટેલ તથા ઘરના સ્વરૂપમાં વિદેશમાં ઉદ્ધવ ઠાકરેએ સંપત્તિ ભેગી કરી છે. તેમની પાસે ઉદ્ધવ ઠાકરેની કાળી સંપત્તિ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. આ પુરાવા તેઓ ED અને CBIને  આપશે એવી ચીમકી પણ તેમણે આપી હતી.

મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જાણો આજના તાજા આંકડા 

અહીં ઉલ્લેખનીય છે કે અમરાવતીનાં સાંસદ નવનીત રાણાને જાતિના બનાવટી પ્રમાણપત્રને લઈને સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રાહત આપી છે. જાતિના પ્રમાણપત્ર પ્રકરણમાં હાઈ કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. નવનીત રાણા સામે લોકસભાની ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં જાતિનું પ્રમાણપત્ર ખોટું આપ્યું હોવાની ફરિયાદ શિવસેનાના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસૂલે કરી હતી.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version