Site icon

જામીન શા માટે રદ ન કરવા જોઈએ તે માટે રાણા દંપતીએ કોર્ટને આપ્યું આ કારણ.. જાણો વિગતે,

News Continuous Bureau | Mumbai 

સેશન્સ કોર્ટે(Session Court) જામીન આપવા દરમિયાન રાખેલી શરતોનું ઉલ્લંઘન કર્યું નથી એવો દાવો ધારાસભ્ય રવિ રાણા(MLA ravi rana) અને તેમના પત્ની સાંસદ નવનીત રાણાએ(MP navneet rana) આજે કોર્ટની નોટિસનો જવાબ આપતા સમયે કર્યો છે. 

Join Our WhatsApp Community

જામીન પર બહાર નીકળ્યા બાદ રાણા દંપતીએ શરતોનું ઉલ્લંઘન કર્યું હતું અને સરકારી વકીલે જામીન(bail) રદ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે એક નોટિસ જારી કરી હતી.

આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે 

રાણા દંપતીના વકીલ રિઝવાન વેપારીએ આજે રાણા દંપતી વતી કોર્ટને જવાબ આપ્યો છે. રાણા દંપતીએ કોર્ટને જણાવ્યું હતું કે મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેઓએ જેલમાં હતા ત્યારે 12 દિવસ જે ત્રાસ સહન કર્યો તે વાત કરી હતી. આ પ્રકરણમાં તેઓએ કોઈ પણ ભવિષ્યવાણી કરી નથી. તેથી કોર્ટની કોઈપણ શરતોનું ઉલ્લંઘન થયું નથી એવો દાવો પણ રાણા દંપતીએ કર્યો હતો.

રાણા દંપતીએ કોર્ટની સુનાવણીમાં ગેરહાજર રહેવા માટે અરજી કરી હતી. કોર્ટે રાણા દંપતી પાસેથી ગેરહાજર રહેવાની અરજીને મંજૂરી આપી હતી. આ મામલે આગામી સુનાવણી(Hearing) 15 જૂનના રોજ સુનિશ્ચિત થયેલ છે.

અમરાવતીના(Amaravati) સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા હાલમાં જામીન પર મુક્ત થયા છે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાને(Law and order) બગાડવાના કારણો હેઠળ, મુંબઈ પોલીસે(Mumbai police) વિવિધ આઈપીસી વિભાગ હેઠળ રાણા દંપતી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આમાં, રાજદ્રોહનો(Treason) ગુનો આઈપીસી કલમ 124 (એ) (IPC Section 124 )હેઠળ નોંધાયેલ હતો. 12 દિવસ પછી, બંનેને શરતી જામીન આપવામાં આવ્યા હતા.
 

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version