Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લામાં ભાજપ અને મનસેની યુતિઃ ભાજપે યુતિ કરવા કરી બાંધછોડ;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28, સપ્ટેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર

પાલઘરમાં જિલ્લા પરિષદ, પંચાયત સમિતિની પેટાચૂંટણી થવાની છે. ત્યારે પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં ભાજપ અને મનસેએ યુતિ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે મનસે પહેલાથી જ મહારાષ્ટ્રમાં પરપ્રાંતિઓના મુદ્દા પર લડી રહ્યું છે ત્યારે ભાજપે મનસે સાથે યુતિ કરવા માટે પરપ્રાંતિઓનો મુદ્દો બાજુ પર રાખવાનો આગ્રહ રાખતી હતી. તેથી ભાજપ અને મનસેની યુતિ થવાનું અશક્ય જણાતું હતું. જોકે, રાજકારણમાં કોઈ કોઈનો સગો નથી હોતો એમ રાજકારણમાં કોઈ નીતિ – નિયમ પણ હોતા નથી.

હેં! આ રાજ્યમાં ભાજપે આપ્યું કોંગ્રેસને સમર્થન;જાણો વિગત

પાલઘરમાં જિલ્લાપરિષદ, પંચાયત સમિતિની પેટાચૂંટણી થઈ રહી છે તેમાં વાડા તાલુકામાં  ભાજપે વગર કોઈ શરતે મનસે સાથે યુતિ કરી નાખી છે. પાલઘરના ભાજપ અધ્યક્ષ નંદકુમાર પાટીલના કહેવા મુજબ જિલ્લામાં અન્ય સ્થળે યુતિ કરવા માટે ચર્ચા ચાલી રહી છે. પાલઘર બાદ હવે આગામી વર્ષે પુણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ સાથે યુતિ કરવાની ઈચ્છા મનસેના નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે. જો પુણેમાં યુતિ થઈ જાય તો આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની થનારી ચૂંટણી માટે પણ મનસે-ભાજપની યુતિ જાય એવી ચર્ચા રાજકીય સ્તરે થઈ રહી છે. જોકે મનસે જયા સુધી પરપ્રાંતીયનો મુદ્દો  પકડીને બેઠી છે ત્યાં સુધી ભાજપ અને મનસેની યુતિ શક્ય ન હોવાનું ભાજપના અગ્રણી નેતાનું કહેવું છે.

Shinde Counsel Key Arguments In Court શિંદે જૂથના વકીલની ૨ સૌથી મોટી દલીલો શું ચુકાદો પલટાશે? કોર્ટમાં કોને લાગશે મોટો ઝટકો?
Uddhav Thackeray Disha Salian Case Reaction ‘હવે બહુ થયું, નહીં તો…’ દિશા સાલિયાન કેસ અને CBI FIR પર ઉદ્ધવ ઠાકરેની પહેલી પ્રતિક્રિયા
Uddhav Thackeray Slams Fadnavis ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકારનું ભવિષ્ય ભાખ્યું, કહ્યું ‘તુમસે ના હો પાયેગા…’
Shinde Chopper Glitch એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી વડનગરથી બાય રોડ અમદાવાદ જવા રવાના; સંજય રાઉતનો કટાક્ષ
Exit mobile version