Site icon

રાજ ઠાકરેની રેલીને ૧૫ શરતો સાથે પોલીસે મંજૂરી આપી, ૧ મેના દિવસે ઔરંગાબાદમાં રાજ ઠાકરેની રેલી યોજાશે. જાણી લ્યો કયા નિયમોનું પાલન કરવું પડશે.

News Continuous Bureau | Mumbai

લાઉડસ્પીકર વિવાદ(Lous speaker row) વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પ્રમુખ રાજ ઠાકરેને(raj thackeray) ઔરંગાબાદમાં(Aurangabad) રેલી કરવાની મંજૂરી મળી ગઈ છે. કડક શરતો સાથે પહેલી મેના રોજ ઠાકરેને સાંસ્કૃતિક ક્રીડા મેદાન મંડળ મેદાનમાં બેઠકની મંજૂરી મળી છે. ખાસ વાત એ છે કે થોડા દિવસ પહેલા જ પોલીસે ઔરંગાબાદમાં કરફ્યૂની જાહેરાત કરી હતી. આવામાં ઠાકરેની રેલી પર શંકા ના વાદળો છવાયા હતા.  ઔરંગાબાદ પોલીસ તરફથી ૯મી મે સુધી પ્રતિબંધો લદાયા હતા. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે અગાઉ મસ્જિદો(Mosque) પરથી લાઉડસ્પીકર હટાવવા અંગે સરકારને અલ્ટીમેટમ(Ultimatum) આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે ત્રીજી મે સુધીમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો તેઓ મસ્જિદોની બહાર મોટા અવાજે હનુમાન ચાલીસાના(Hanumanchalisa) પાઠ પઢશે.  પહેલી મેના રોજ જનસભા બપોરે ૪.૩૦ વાગ્યાથી લઈને ૯.૪૫ વાગ્યા સુધી થઈ શકશે અને આયોજન સ્થળ તથા સમય બદલાશે નહીં. કાર્યક્રમમાં સામેલ થનારા લોકો શિસ્તનું પાલન કરશે. આ સાથે જ બેઠક દરમિયાન કે પછી કોઈ પણ પ્રકારના આપત્તિજનક નારાબાજી, તોફાનો કે ખોટો વ્યવહાર થવો જોઈએ નહીં. કાર્યક્રમમાં સામેલ થનારા વાહનોને પોલીસ તરફથી નક્કી કરાયેલા રસ્તે થઈને જવું પડશે તથા લેન બદલવાની મંજૂરી નહીં રહે. આ ઉપરાંત શહેરમાં પ્રવેશ દરમિયાન આ વાહોનએ નિર્ધારિત સ્પીડ લિમિટનું પાલન કરવું પડશે.  કાર્યક્રમના આયોજન સ્થળ પર વધુમાં વધુ ૧૫ હજાર જેટલા લોકો સામેલ થઈ શકે છે. આવામાં ૧૫ હજાર લોકોને જ કાર્યક્રમમાં બોલાવવા જોઈએ. વધુ લોકોને આમંત્રિત કરવામાં આવશે તો અસુવિધા બદલ આયોજક જ જવાબદાર રહેશે. આયોજન  દરમિયાન આર્મ્સ એક્ટનો ભંગ થવો જોઈએ નહીં. ઈવેન્ટ દરમિયાન કોઈ પણ હથિયાર, તલવાર, વિસ્ફોટક ચીજોનું પ્રદર્શન થવું જોઈએ નહીં.  બેઠક દરમિયાન એ વાત સુનિશ્ચિત થવી જરૂરી છે કે કોઈ વ્યક્તિ કે સમુદાય નું અપમાન ન થાય. લાઉડસ્પીકરના ઉપયોગથી વાયુ પ્રદૂષણના નિયમનો ભંગ થવો જોઈએ નહીં. આમ થવા બદલ વ્યક્તિને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ની કલમ ૧૫ હેઠળ ૫ વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સિવાય પણ પોલીસ તપાસ, બેરિકેડ, વાહન પાર્કિંગ, ટ્રાફિક સહિત અનેક ચીજો ને લઈને નિયમો જારી કર્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : બિલ્ડરોને મહાવિકાસ આઘાડી સરકારનો જોર કા ઝટકાઃ SRAના 520 પ્રોજેક્ટ રદ.. જાણો વિગતે.

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version