Site icon

શરદ પવારના એક ફોટાથી થઈ બબાલ.. MNSનો દાવો કે બ્રીજભૂષણને પવારે સોપારી આપી હતી? જાણો સમગ્ર મામલો…

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray) (MNS)એ પોતાનો પૂર્વ આયોજિત અયોધ્યાનો પ્રવાસ(Ayodhya Visit) હાલ પૂરતો મોકૂફ રાખી દીધો છે. રાજ ઠાકરેએ પુણે ખાતેની જાહેર સભામાં અયોધ્યાનો પ્રવાસ સ્થગિત કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. આ દરમિયાન MNSના જનરલ સેક્રેટરીએ સોશિયલ મીડિયા(Social media) પર એક ફોટો શેર કર્યો છે, જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) નેતા શરદ પવાર(Sharad Pawar) દેખાઈ રહ્યા છે. જોકે હવે આ ફોટાને કારણે ભારે બબાલ થઈ ગઈ છે.

રાજ ઠાકરેએ તેમનો અયોધ્યાનો પ્રવાસ રદ કરવા પાછળ મહારાષ્ટ્રના(Maharashtra) અમુક લોકોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. રાજ ઠાકરેનો ઈશારો જોકે કોની તરફ હતો તેના પર જાતજાતની ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન, MNS જનરલ સેક્રેટરી સચિન મોરેએ(General Secretary Sachin More) સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે અને તેને કારણે રાજકીય વર્તુળોમાં ફરી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી વાગી ગઈ! તમિલનાડુ અને તેલંગણા બાદ હવે ગુજરાતના આ શહેરમાં મળ્યો BA.5 વેરિઅન્ટનો પ્રથમ કેસ, સાઉથ આફ્રિકાથી પરત ફરેલો યુવક સંક્રમિત

રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત સામે ભાજપના સાંસદ(BJP MP) બૃજભૂષણ સિંહનો(Brijbhushan Singh) વિરોધ હતો. જયાં સુધી રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી ના માંગે ત્યાં સુધી તેમને અયોધ્યામાં પગ મૂકવા દેવામાં આવશે નહીં એવી ચેતવણી બૃજભૂષણે આપી હતી. હવે આ બૃજભૂષણ સિંહના જૂના ફોટા MNS દ્વારા શેર કરવામાં આવ્યા છે. આ ફોટોમાં બૃજભૂષણની સાથે સ્ટેજ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમ શરદ પવાર દેખાઈ રહ્યા છે. તેમ જ તેમના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુળે(Supriya Sule) પણ ફોટોમાં દેખાઈ રહ્યા છે. 

MNSએ ફોટો શેર કરીને અપ્રત્યક્ષ રીતે રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાત રદ થવા પાછળ શરદ પવારનો હાથ ગણાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
 

Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Exit mobile version