ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલ ભાજપ અને મનસે વચ્ચેની યુતિની અટકળોનો અંત આવી ગયો છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી એકલા લડવાનું નક્કી કર્યું છે.
આગામી BMC ચૂંટણીને લઈને રાજ ઠાકરેએ કહ્યું છે કે તેઓ આ ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કરશે નહીં.
આ સાથે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને આગામી ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
એટલે કે મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજ ઠાકરેનો 'વન મેન શો' જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે 2017ની BMC ચૂંટણીમાં MNSએ સાત સીટો જીતી હતી. જો કે, ચૂંટણી પછી તરત જ, છ કોર્પોરેટરો શિવસેનામાં ગયા હતા, અને MNS માત્ર એક બેઠક થી સંતુષ્ટ થવું પડ્યું હતું.
