ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 07 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂત અનેક જગ્યાઓ પર ખેડૂત મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે.
ખેડૂતોએ હરિયાણાના કરનાલમાં 7 સપ્ટેમ્બર એટલે કે આજરોજ મહાપંચાયત બોલાવી છે.
હરિયાણા સરકારે કરનાલ, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ અને પાણીપત જિલ્લામાં મંગળવારે મધ્યરાત્રીના 11:59 સુધી મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
કરનાલ જિલ્લામાં શાંતિ અને સાર્વજનિક વ્યવસ્થાની કોઈ પણ ગડબડીને રોકવા માટે મોબાઈલ ઈન્ટનેટ સેવાઓ એસએમએસ સેવા, ડોંગલ સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ સાથે જ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે.
