Site icon

ભારે કરી – ચોર ટ્રેનની બારીમાંથી ચોરી રહ્યો હતો મોબાઈલ- પેસેન્જરે પકડી લીધો અને 15 KM સુધી લટકાવી રાખ્યો -જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai

બિહાર(Bihar)ના બેગૂસરાય(Begusurai)માં એક ટ્રેનમાં મોબાઈલ ચોરી(Mobile theft) કરવાનું એક શખ્સને એટલું ભારે પડ્યું છે કે તે હવે જિંદગીમાં ફરી ક્યારેય ચોરી નહીં કરે… 

Join Our WhatsApp Community

 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, આ શખ્સે સ્ટેશન પર ટ્રેનની બારી(Train window)માં હાથ નાખીને એક પેસેન્જરનો મોબાઈલ (mobile theft)ચોરવાનો પ્રયાસ કર્યો, પછી પ્રવાસીએ(train passenger) ઉતાવળે ચોરનો હાથ પકડી લીધો. આમાં ટ્રેન ચાલુ થઈ અને ઝપટે ચડેલો ચોર બારીમાં લટકી ગયો. લગભગ 15 કિમી સુધી પેસેન્જરે આ રીતે જ ચોરને લટકાવી રાખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લ્યો આ સમાચાર- મુંબઈ શહેરને લઈને મોસમ વિભાગે આવી કરી છે આગાહી

પેસેન્જરોએ આ ચોરને બેગુસરાયના સાહેબપુર કમાલ સ્ટેશન(Sahebapur Kamal Station)થી ખગડિયા (Khagadia)સુધી આવી જ સ્થિતિમાં લટકાવીને લઈ ગયા. આ દરમિયાન ચોર રડતો રહ્યો અને પેસેન્જરને હાથ ન છોડવાની આજીજી કરતો રહ્યો કે હાથ તૂટી જશે ભાઈ, છોડશો નહીં, ભાઈ હું મરી જઈશ. પેસેન્જરોએ પણ ચોરનો હાથ ન છોડ્યો.

જો પેસેન્જરે હાથ છોડ્યો હોત તો તે ટ્રેનની નીચે પડી ગયો હોત અને તેની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત. ત્યારે હવે ચાલતી ટ્રેનની બારીમાંથી ચોરનો લટકતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં બ્લેક ફ્રાઇડે- શેરબજાર થયું ક્રેશ- સેન્સેક્સમાં 1093 પોઇન્ટનો ધબડકો- રોકાણકારોનાં કરોડો રૂપિયા સ્વાહા

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version