Site icon News Continuous Bureau | Mumbai

Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ

Modern Bhakti:IFACની ભગવાન નિત્યાનંદને અનોખી ભક્તિભાવની ભેટ

Modern Bhakti A wonderful blend of spirituality and modern music

Modern Bhakti A wonderful blend of spirituality and modern music

News Continuous Bureau | Mumbai

મુંબઈ, 18 એપ્રિલ 2026

Join Our WhatsApp Channel

આધ્યાત્મિકતા અને આધુનિક અભિવ્યક્તિ વચ્ચેનો સુંદર સંગમ સર્જતા India Fine Arts Council (IFAC) ગર્વપૂર્વક એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી છે… ગણેશપુરીના પૂજ્ય સિદ્ધ ગુરુ Bhagwan Nityanand ને સમર્પિત ભક્તિ રૅપ સોંગ. આ અનોખી સંગીતમય શ્રદ્ધાંજલિ ગુરુના શાશ્વત ઉપદેશોને આધુનિક તાલમાં જીવંત કરે છે.
આધ્યાત્મિક વારસાની નવી રજૂઆત
1897થી 1961 સુધીના પોતાના દિવ્ય જીવનકાળ દરમિયાન, ભગવાન નિત્યાનંદે સરળતા, શુદ્ધતા અને આંતરિક જાગૃતિના ઉપદેશો દ્વારા લાખો ભક્તોને માર્ગદર્શન આપ્યું. મહારાષ્ટ્રના ગણેશપુરીથી ફેલાયેલો તેમનો જ્ઞાનરૂપી પ્રકાશ આજે પણ વિશ્વભરના આધ્યાત્મિક સાધકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.
હૃદયમાંથી ઉપજેલી સર્જનાત્મક ભેટ
આ ભક્તિ રેપ(Devotional Music) સોંગ IFACના પ્રમુખ હરેશ મહેતા દ્વારા રચિત અને નિર્મિત કરવામાં આવ્યું છે. તેઓ કહે છે, “આ પ્રોજેક્ટ મારા માટે અત્યંત વ્યક્તિગત છે—જેમાં ભક્તિ અને સર્જનાત્મકતાનો સુંદર મેળ છે. ગીતમાં મેં ગાયક, લેખક અને પ્રોડ્યુસર તરીકે મારી ભાવનાઓ વ્યક્ત કરી છે.”
આ રચનામાં આધ્યાત્મિક સંદેશને આધુનિક મ્યુઝિકલ સ્ટાઇલમાં રજૂ કરવામાં આવ્યો છે, જેથી પરંપરાગત ભક્તો સાથે આજના યુવાનોને પણ આકર્ષે છે.
ભક્તિ રૅપ સોંગના પોસ્ટર લટન્ચિંગ નિમિત્તે મુખ્ય અતિથિ અને આંતરરાષ્ટ્રીય કૉરિયોગ્રાફર સંદીપ સોપારકરે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, હરેશ મહેતાને હું ઘણા વરસથી ઓળખું છું પણ તેમનામાં રહેલી ગાયકીની કલાની મને જાણ નહોતી. પણ તેમના ગીતને સાંભળી એવું લાગે છે કે તેમનો મધુર કંઠ એ કુદરતની દેન છે. હું હરેશભાઈને વિનંતી કરીશ કે આવા, આજની ઝેન-જી પેઢીને આકર્ષી શકે એવા આધુનિક શૈલીના ભજનોના આલ્બમ રિલીઝ કરતા રહે.
જ્યારે દૂરદર્શનનાં ઉન્નતિ જગદાલેએ સ્વામિ નિત્યાનંદ અને ગણેશપુરી ધામ ખાતે થયેલા અનુભવો વિશે જણાવ્યું હતે. એ સાથે તેમણે સ્વામિ નિત્યાનંદ પર બનાવેલી અડધા કલાકની શોર્ટ ફિલ્મ વિશે જાણકારી આપી હતી.
ટેક્નિકલ એક્સલન્સ સાથે આધ્યાત્મિક અનુભવ
આ પ્રોજેક્ટનું વિડિયો પ્રોડક્શન, મ્યુઝિક, મિક્સિંગ અને માસ્ટરિંગ કીર્તન ક્રિએટિવ જેવી ડાયનામિક મીડિયા પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે, જે પ્રોજેક્ટને ઉચ્ચ ગુણવત્તા અને આધ્યાત્મિક ગહનતા આપે છે.
આ અનોખી ભક્તિ રચના આધ્યાત્મિકતા અને આધુનિક સંગીત વચ્ચેનો એક સેતુ બની, નવી પેઢીને ગુરુના સંદેશ સાથે જોડવાનો એક પ્રેરણાદાયક પ્રયાસ છે.
કાર્યક્રમના અંતે હરેશ મહેતાએ જણાવ્યું કે ભજનનો સિલસિલો ચાલુ રહેશે પણ સ્વામિજીની જીવની પર આધારિત ફીચર ફિલ્મ બનાવવાની અમારી યોજના છે જેની જાહેરાત ટૂંક સમયમાં કરશું.

 આ સમાચાર વાચો: Borivali। બોરીવલીમાં નિર્માણાધીન બિલ્ડિંગના ૧૩મા માળેથી પટકાતા ૨૩ વર્ષીય યુવાન શ્રમિકનું કરુણ મોત

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version