Site icon

શિવસેનાને વધુ એક ઝટકો- મોદી સરકારે હવે આ નેતા પર તાક્યુ નિશાન- પ્રધાન તરીકે લીધેલા નિર્ણયોનું કેન્દ્ર કરશે ઓડિટ

News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે(Eknath Shinde)ના બળવાથી શિવસેના(Shivsena)ને જોરદાર  ફટકો પડ્યો છે. શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) હાલ તેમના રાજકીય અસ્તિત્વ અને પક્ષના અસ્તિત્વ માટે બેવડા યુદ્ધ લડી રહ્યા છે. શિવસેનાને ફરી બેઠી કરવા અને ગળતર રોકવા માટે આદિત્ય ઠાકરે(Aditya Thackeray) મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ફરીને શિવસૈનિકો(Shivsainik) સાથે સંવાદ સાધી રહ્યા છે ત્યારે ભાવનાત્મક રીતે લોકો ઠાકરે પરિવારને તરફ પાછા ન વળે તે માટે કેન્દ્ર સરકારે(Central govt) હવે આદિત્ય ઠાકરે પણ નિશાન સાધ્યું છે.

Join Our WhatsApp Community

શિવસેનાના 40 ધારાસભ્યો(MLAs)ને ફોડયા બાદ ભાજપે હવે શિવસેનાના ટોચના નેતાઓ પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે. થોડા દિવસો પહેલા શિવસેના સાંસદ સંજય રાઉત(Sanjay Raut)ને ED તરફથી સમન્સ મળ્યું હતું. તેઓએ આગામી બે દિવસમાં પૂછપરછ માટે હાજર થવું પડશે. જે બાદ હવે યુવા સેના પ્રમુખ અને ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે મોદી સરકારના રડાર પર આવી ગયા છે. મોદી સરકાર(Modi Govt) આદિત્ય ઠાકરે દ્વારા પર્યાવરણ મંત્રી તરીકે છેલ્લા અઢી વર્ષમાં લીધેલા નિર્ણયો અને કામકાજનું ઓડિટ(work audit) કરવાનો નિર્ણય લીધો છે. 

આ સમાચાર પણ વાંચો : શિવસેના બાદ હવે કોંગ્રેસમાં ભંગાણના ભણકારા- આ વરિષ્ઠ નેતાએ પક્ષ છોડવાની આપી ચીમકી- કહ્યું -મારી તાકાત દેખાડી દઈશ

આદિત્ય ઠાકરે માટે આ એક મોટો ફટકો માનવામાં આવે છે. પર્યાવરણ મંત્રી તરીકે આદિત્ય ઠાકરેના કામની વારંવાર પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ હવે જો કેન્દ્ર સરકાર આ બધાની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર ખાસ કરીને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની બાબતોનું ઓડિટ કરવા જઈ રહી છે. જેથી હવે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓમાં ચિંતાનું વાતાવરણ છે..

કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બાબતોનું ઓડિટ પણ શરૂ કર્યું છે. આ કેન્દ્રીય ઓડિટ મુંબઈ, પુણે, કોલ્હાપુર, નાગપુર, ચંદ્રપુર, અમરાવતી, ઔરંગાબાદ, નાસિક, થાણે, રાયગઢ વગેરેની ઓફિસોમાં શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં મુખ્યાલય સાથે નાગપુર કાર્યાલયનો સમાવેશ થાય છે. ત્યાર બાદ ખાતાના વડાને અન્ય વિભાગીય કચેરીઓનું પણ તબક્કાવાર ઓડિટ કરવા સૂચના આપવામાં આવી છે.

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version