Site icon

રોકડની લ્હાય ભારે પડી- માત્ર 17 રૂપિયામાં 100 લોકોની ક્ષમતા ધરાવતા બ્રિજ માટે કંપનીએ 650થી વધુ લોકોને આપી ટિકિટ- વાંચો સનસનીખેજ અહેવાલ

News Continuous Bureau | Mumbai

મોરબીમાં ગઈકાલથી જ માતમનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે, કેબલ બ્રિજ પડતા 141 એ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેના કારણે ગુજરાતમાં શોકનો માહોલ છે. આ ઘટના પાછળ જવાબદાર કોણ. કેમ કે, બ્રિજ રીનોવેશન કર્યા બાદ તૂટતા અનેક સવાલો એટલા માટે થઈ રહ્યા છે કેમ કે, મળતી વિગતો અનુસાર કંપનીએ ફિટનેસ સર્ટિફિકેટ જમા નહોતું કરાવ્યું. એટલે કે, સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ કર્યા વિના જ શું બ્રિજ ચાલુ કરવામાં આવ્યો હતો અને જો બ્રિજ ચાલું જ કર્યો હતો તો શું ક્ષમતા કરતા વધુ લોકોને બ્રિજ પર જવાની પરમિશન અપાઈ હતી. 

Join Our WhatsApp Community

બ્રિજ રીનોવેશન કર્યા બાદ તૂટતા અનેક સવાલો એટલા માટે થઈ રહ્યા છે કેમ કે, મળતી વિગતો અનુસાર કંપનીએ ફિટનેસ સર્ટિફિકેટ જમા નહોતું કરાવ્યું. એટલે કે, સ્ટેબિલિટી રિપોર્ટ સબમિટ કર્યા વિના જ શું બ્રિજ ચાલુ કરવામાં આવ્યો

મોરબી કેબલ બ્રિજ પર 650થી વધુ લોકોને ટિકિટ આપવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ ક્ષમતા કરતા વધુ લોકોને ટિકિટ આપતા 17 રુપિયામાં કંપનીએ મોત આપ્યું છે. સૂત્રો મુજબ ફિટનેસ સર્ટિફિકેટ લીધા વિના રોકડી ની લ્હાયમાં આ જીવ ગુમાવવો પડ્યો છે. કોઈએ પિતાની છત્રછાયા ગુમાવી તો કોઈએ દિકરો તો કોઈએ માતાની મમત ગુમાવી. આટલી મોટી ઘટના પછી જવાબદાર ક્યાં છે?

બ્રિજ રીનોવેશન કર્યા બાદ તૂટતા અનેક સવાલો 
આ સમાચાર પણ વાંચો : ભયાનક વિડિયો – મોરબીની હોનારતમાં બ્રિજ કઈ રીતે તૂટી પડ્યો તેનો લાઇવ વિડિયો અહીં

ઓરેવા નામની કંપનીના માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા

કેમ કે, પ્રાપ્ત થતી વિગતો અનુસાર 650થી વધુ લોકોને ટિકિટ આપવામાં આવી હતી. બાળકો માટે 12 રૂપિયા અને પુખ્ત વયના લોકો માટે 17 રૂપિયા ટિકિટના લેવામાં આવ્યા હતા. ઓરેવા નામની કંપનીના માલિકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 

 અકસ્માતના 14 કલાક બાદ પણ ઓરેવા કંપનીના માલિકો ઝડપાયા નથી

ઝૂલતા પુલના નવીનીકરણની કામગીરી સાથે 15 વર્ષ માટે ઓરેવા કંપનીને બ્રિજ સોંપવામાં આવ્યો હતો. અકસ્માતના 14 કલાક બાદ પણ ઓરેવા કંપનીના માલિકો ઝડપાયા નથી. આ ઝુલતા બ્રિજના મેનેજમેન્ટના મેનેજર, મેન્ટેનન્સ ટીમના મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં કલમ 308, 314 અને કલમ 114 લગાવવામાં આવી હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : મોરબી દુર્ઘટના પહેલાનો કથિત વિડીયો આવ્યો સામે- પૂલ પર આવું કરતા જોવા મળ્યા કેટલાક લોકો- જુઓ વિડીયો

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version