Site icon

મોરબી હોનારત – ઝૂલતો પુલ તુટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક 140ને પાર- રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ

News Continuous Bureau | Mumbai

મોરબીમાં ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ રવિવારે મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત થયા છે. જોકે આ આંકડો સત્તાવાર નથી. કેટલાક લોકો 136 મૃત્યુ પામ્યા હોવાનું જણાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

હાલ દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે કે મોરબીમાં ઝુલતો પુલ કેવી રીતે તૂટ્યો? આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, હાલ દિવાળીનો તહેવાર અને રવિવાર ની રજા હોવાથી અનેક લોકો અહીં આવ્યા હતા. આ બ્રિજ પર આશરે 500થી વધુ લોકો સવાર હતા. ત્યારે બ્રિજ પર કેપેસિટી કરતા વધારે લોકો ભેગા થવાથી આ દુર્ઘટના સર્જાઈ હોય એમ કહેવાય છે. 

આ સમાચાર પણ વાંચો :  ગજબ કેવાય- અહીં કોર્ટની અંદર જ બાખડી પડ્યા બે મહિલા વકીલ- છુટા હાથે મારામારી- ખેંચ્યા એકબીજાના વાળ- જુઓ વીડિયો

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version