Site icon

Gujarat BharatNet Project : ગુજરાતમાં આ પ્રોજેક્ટ હેઠળ 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ, ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડમાં થયો 1000 ગણો વધારો.

Gujarat BharatNet Project : ગુજરાતમાં ભારતનેટ ફેઝ-2 હેઠળ 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ. ભારતનેટ પ્રોજેક્ટના બીજા તબક્કામાં 22 જિલ્લાઓમાં 35000 કિમીનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું. ભારતનેટ અંતર્ગત ગામડાઓ આધુનિક બન્યા, રાજ્યમાં ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડમાં 1000 ગણો વધારો. 7692 ગામોમાં Wi-Fi વપરાશકર્તાઓની સંખ્યા 3,68,443 સુધી પહોંચી ગઈ

More than 8000 Gram Panchayats got high speed internet under BharatNet Phase-2 in Gujarat

More than 8000 Gram Panchayats got high speed internet under BharatNet Phase-2 in Gujarat

News Continuous Bureau | Mumbai 

Gujarat BharatNet Project  :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટની સુવિધા પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે 25 ઑક્ટોબર 2011ના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહેલ શરૂ કરી હતી, જેને 2015માં ભારતનેટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું. ભારતનેટ પ્રોજેક્ટના બીજા તબક્કાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે ( Gujarat Government ) ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) નામના SPV (સ્પેશિયલ પર્પઝ વ્હિકલ)ની સ્થાપના કરી હતી, જેના અંતર્ગત 22 જિલ્લાઓમાં 35,000થી વધુ કિમીનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે.  

Join Our WhatsApp Community

Gujarat BharatNet Project  : ગામડાઓ આધુનિક બન્યા: 8,036 ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઈન્ટરનેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે ભારતનેટ ફેઝ-2 અંતર્ગત 8,036 ગ્રામ પંચાયતોમાં 100 Mbps સુધીનું હાઈસ્પીડ નેટવર્ક સ્થાપિત કર્યું છે અને ગ્રામ પંચાયત દીઠ 12 ફાઇબરનું પ્રાવધાન કર્યું છે. હાલમાં રાજ્યમાં 300 સ્થાનોએ GSWAN (જિલ્લા અને તાલુકા મથક) સાથે ભારતનેટ નેટવર્કનું સીમલેસ વર્ટિકલી એલાઈનમેન્ટ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારતનેટ પહેલાં ગુજરાતમાં ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડ 100 Kbps હતી, જે હવે 1000 ગણી વધીને 100 Mbps સુધી પહોંચી ગઈ છે.

Gujarat BharatNet Project  : ભારતનેટના સામાજિક-આર્થિક ફાયદાઓ

આ સમાચાર પણ વાંચો : Gujarat Navratri: નવરાત્રીમાં નાગરીકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, ભયમુક્ત વાતાવરણમાં મહિલાઓ ગરબા ઘૂમી શકે તે માટે રાજ્યભરમાં આ ટીમ તૈનાત.

Gujarat BharatNet Project  : ટેલિકોમ સેક્ટર અને RailTelમાં ભારતનેટ ફેઝ-2નો શ્રેષ્ઠ ઉપયોગ

ભારતનેટ ફેઝ-2 નેટવર્કના કારણે ટેલિકોમ સેક્ટરનું પણ સશક્તિકરણ થયું છે. સમગ્ર રાજ્યમાં ડિજિટલ ( Digital Gujarat ) કનેક્ટિનિટી વધારવા અને ગ્રામીણ સમુદાયોના ઉત્થાન માટે ટેલિકોમ સેવા પ્રદાતાઓ સહિત વિવિધ ઉદ્યોગ ભાગીદારોને 16000 થી વધુ કિમી ડાર્ક ફાઈબર લીઝ પર આપવામાં આવ્યા છે. તો છેલ્લા ચાર મહિનામાં 60 ટાવર સહિત 140 મોબાઇલ ટાવરનું ફાઇબરાઇઝેશન કરવામાં આવેલ તથા RailTel સાથે રેવન્યુ શૅરિંગ પાર્ટનરશિપ દ્વારા જનતા માટે પોસાય તેવી FTTH (ફાઇબર-ટુ-ધ-હોમ) સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. લીઝ્ડ ફાઇબરનો ઉપયોગ કરીને 90 હજારથી વધુ FTTH  અને 1.6 લાખથી વધુ કેબલ ટીવી કનેક્શન સ્થાપિત કરવામાં આવ્યા છે.

Gujarat BharatNet Project  : ભારતનેટ પ્રોજેક્ટ શું છે?

ભારતનેટ પ્રોજેક્ટ એ વિશ્વનો સૌથી મોટો બ્રોડબૅન્ડ પ્રોગ્રામ છે જે ગામડાઓમાં ઝડપી ઇન્ટરનેટ પ્રદાન કરે છે. આ એક સંપૂર્ણ મેઇક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ છે. ભારતનેટ પ્રોજેક્ટ દ્વારા સરકાર ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL)નું વિઝન વિશ્વ કક્ષાનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક બનાવીને ગ્રામીણ વસ્તીને ગુણવત્તાયુક્ત અને ભરોસાપાત્ર નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું છે, જે બધા માટે સુલભ હશે અને રાજ્યના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version