ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
સ્પીડ લિમિટનો ભંગ કરવાથી લઈને ટ્રાફિક નિયમોના જુદા-જુદા નિયમનો ઉલ્લંઘન કરવા બદલ આ વર્ષે 40,000થી વધુ વાહનોનાં લાઇસન્સ રદ કરવામાં આવશે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ બમણી સંખ્યામાં લાઇસન્સ રદ કરવામાં આવશે. એને લગતો અહેવાલ ટ્રાન્સપૉર્ટ ખાતાને મોકલવામાં આવ્યો છે. ગયા વર્ષે 17,944 વાહનોનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસ વધી રહ્યા છે.
શું છે મહારાષ્ટ્ર સરકારની નવી નિયમાવલી? રાજ્ય સરકારના આદેશની નકલ આ રહી
અત્યાર સુધી લગભગ 15 લાખથી વધુ વાહનચાલકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવ્યાં છે.
