Site icon News Continuous Bureau | Mumbai

આને કહેવાય નસીબનો ખેલ.. મધ્ય પ્રદેશમાં 200 રૂ.માં ભાડે લીધેલી જમીનમાંથી લાખો રૂપિયાના હીરા મળ્યા.. જાણો  વિગત.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 ડિસેમ્બર 2020 

મધ્યપ્રદેશના ખેડૂત લખન યાદવ, 200 રૂપિયામાં ભાડે લીધેલી જમીનના નાના ટુકડાને કારણે રાતોરાત લાખોપતિ બની ગયા છે. 

Join Our WhatsApp Channel

એક અહેવાલમાં જણાવાયું છે કે 45 વર્ષીય લખન યાદવ એક સીમાંત ખેડૂત હતો, પરંતુ તેની 10×10 ની જમીનમાં 60 લાખ રૂપિયાના હીરા મળ્યા બાદ હવે તે લાખો પતિ છે. કેમકે, ખેડુતને 200 રૂપિયામાં લીઝ પર લીધેલી જમીનમાંથી હીરા મળી આવ્યાં છે. 

ગયા મહિને તેણે ભાડે લીધેલી જમીનમાંથી તેણે 'કાંકરી' સમજીને જે જમીન ખોદી કાઢી હતી, તે 14.98 કેરેટના હીરા નીકળ્યા હતાં. જેનો શનિવારે હરાજી રૂપિયા 60.6 લાખમાં કરવામાં આવી હતી, 

યાદવે કહ્યું હતું કે તે આ ક્ષણને ક્યારેય ભૂલી નહીં શકે. તેની નસીબ રાતોરાત ચમકી ગયું છે. મળેલાં પૈસામાંથી તે તેના ચાર બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા અને કંઈક રોજગારને લાગતુ કરવાનું વિચારી રહ્યો છે. તેણે કહ્યું કે તે, મોટાભાગના નાણાં એક ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકવા જઇ રહ્યો છે.

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version