Site icon

રામનવમીના તહેવારે પથ્થરમારો કરનારા આરોપીઓને શિવરાજ સરકારે ધોળે દિવસ દેખાડ્યાં તારા, કરી આ કડક કાર્યવાહી; જુઓ વિડિયો, જાણો વિગતે  

 News Continuous Bureau | Mumbai

મધ્ય પ્રદેશના ખરગોન ખાતે રામનવમીના પાવન અવસર પર થયેલી હિંસા મામલે શિવરાજ સરકાર એક્શનમાં મોડમાં આવી ગઈ છે. આજે તોફાની તત્વો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શહેરના સંવેદનશીલ વિસ્તાર છોટી મોહન ટોકીઝ વિસ્તારમાં પોલીસફોર્સની હાજરીમાં મકાનો તોડવામાં આવી રહ્યાં છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સરકારી અધિકારીઓ પોલીસ ફોર્સની ઉપસ્થિતિમાં બુલડોઝર લઈને શહેરના છોટી મોહન ટોકીજ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને હિંસા કરનારા આરોપીઓના મકાનો ધ્વસ્ત કરી નાખ્યા હતા. સાથે જ રમખાણોમાં સામેલ 4 સરકારી કર્મચારીઓમાંથી 3ની સેવા સમાપ્ત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એક સરકારી કર્મચારીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 આ સમાચાર પણ વાંચો : શું શિવસેના નવા મુખ્યમંત્રીની તલાશમાં છે? મિલીંદ નાર્વેકરની હાજરીમાં એક ધારાસભ્યએ ભાવી મુખ્યમંત્રી તરીકે નવુ નામ સામે મુક્યું. જાણો વિગતે..

જોકે વિરોધી પક્ષ કોંગ્રેસ દ્વારા આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વિટમાં લખ્યું હતું કે, 'મામુનું બુલડોઝર બળાત્કાર કરનારાઓ અને બળાત્કારીઓના સહયોગીઓ પર નથી ચાલતું. ફક્ત મોઢા જોઈને બુલડોઝર ચલાવવામાં આવે છે.'

ઉલ્લેખનીય છે કે ગઈકાલે (રવિવારે) એટલે કે 10 એપ્રિલના રોજ રામનવમી ના પ્રસંગે ખરગોનમાં શોભાયાત્રા નીકળી હતી. તે દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો અને ત્યાર બાદ સમગ્ર ક્ષેત્રમાં હિંસા વ્યાપી હતી. હિંસા દરમિયાન કેટલાક લોકોએ પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં સામાન્ય જનતા સહિત 10 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, આ હિંસામાં સામેલ લોકોની ઓળખવિધિ કરવામાં આવી છે અને તેમને માફ નહીં કરવામાં આવે. રામનવમીના અવસર પર ખરગોન ખાતે જે ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે. મધ્ય પ્રદેશની ધરતી પર આવા તોફાની તત્વો માટે કોઈ જ સ્થાન નથી. આવા તોફાની તત્વો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version