ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે સિવિલ એકઝામ ને પાછળ ધકેલી દીધી છે. જેને કારણે વિદ્યાર્થીઓને રાહત રહેશે અને તેઓ કોરોના થી બચી શકશે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો હતો કે દસમા ધોરણની તેમજ બારમા ધોરણની પરિક્ષાઓ ઓફલાઈન પદ્ધતિથી સમયસર લેવામાં આવશે. જોકે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સી બી એસ સી પરીક્ષા સંદર્ભે આક્ષેપ લીધો. તેમજ વિરોધ કર્યો હતો કે વિદ્યાર્થીઓને એકઝામ સેન્ટર પર ન બોલાવવા જોઈએ. મહારાષ્ટ્રમાં શિક્ષણ મંત્રી કોંગ્રેસના છે. આથી તેમના પર દબાણ વધી ગયું છે કે તેઓ પરીક્ષાને પાછળ ધકેલે. આથી અત્યારે શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ તમામ ધારાસભ્યો સાથે ચર્ચા કરી રહ્યા છે અને સૂચનો મેળવી રહ્યા છે. એવી શક્યતા બતાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષા પાછળ ધકેલવામાં આવશે.
વેપારીઓની ખુલ્લી ધમકી, સોમવારથી દુકાનો ખુલી જશે થાય તે કરી લો…