Site icon News Continuous Bureau | Mumbai

 ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ, મુલાયમ સિંહના પુત્રવધુ ભાજપમાં જોડાયા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર.

ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ અખિલેશ યાદવને મોટો ઝટકો મળ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ ગયા છે. 

અપર્ણાને દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટરમાં યુપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પાર્ટીની સદસ્યતા અપાવી છે.

ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથના ભારોભાર વખાણ કર્યા છે. 

તેમણે કહ્યું કે હું ભાજપની ખુબ આભારી છું. મારા માટે દેશ હંમેશા સૌથી પહેલા આવે છે. 

ઉલ્લેખનીય છે કે અપર્ણા યાદવે વર્ષ 2017માં લખનૌની કેન્ટ સીટથી વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેમને ભાજપના ઉમેદવાર રીતા બહુગુણાએ હરાવ્યા હતા.

Palghar Saphale Murder Case પાલઘર પોલીસે ઉકેલ્યો સફાળે હત્યાકાંડનો ભેદ, સંયુક્ત ઓપરેશનમાં બે મુખ્ય આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Manoj Jarange Eknath Shinde મરાઠા આંદોલન સમેટી લેવા માટે મળ્યા હતા ૫૦૦ કરોડ? મનોજ જરાંગેનો સનસનીખેજ દાવો, એકનાથ શિંદે પાસે માંગ્યો જવાબ
Thane Crime Chena Forest અંધારામાં ચમકારો દેખાયો ને ટ્રિગર દબાવી દીધું! ઘોડબંદરના જંગલમાં થયેલા ફાયરિંગમાં નાગરિકનો ગયો જીવ; પોલીસે આરોપીઓને દબોચ્યા
Palghar Accident પાલઘરમાં ગરબા જોવા શાળામાંથી ભાગેલા પાંચ વિદ્યાર્થીઓનો અકસ્માત, બેના કરુણ મોતથી અરેરાટી
Exit mobile version