ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 જુલાઈ 2020
બેસ્ટ સાથેના ટ્રાફિક વિભાગના ભૂતપૂર્વ અધિકારીએ આરોપ મૂક્યો છે કે ઉપક્રમની વાતાનુકુલિત બસો 'કોરોના સ્પ્રેડર્સ' હોઈ શકે છે, કારણ કે તેમાંના ઘણા ખાનગી કોન્ટ્રાક્ટરોની છે, જેમની પાસે સામાન્ય રીતે સેનિટેશન પ્રોટોકોલનો કોઈ રેકોર્ડ નથી. વળી, કેટલાક રૂટો પર, આ એ.સી. બસો કંડકટર વિના ચાલે છે અને ત્યાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવતું નથી.
આ પૂર્વ ટ્રાફિક અધિકારી, વકીલ પણ છે, જેણે એવો આક્ષેપ કર્યો છે કે "બેસ્ટ મુસાફરો અને કર્મચારીઓની જિંદગી સાથે રમી રહ્યું છે, કારણકે જ્યારે સાબિત થઈ ગયું છે કે COVID-19 ની વચ્ચે એર કંડિશનરનો ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે, ત્યારે બેસ્ટ ઉપક્રમ અનેક રૂટો પર એસી બસો ચલાવે છે." તેમણે આ અંગે મુખ્ય પ્રધાન કચેરી માં ફરિયાદ કરી હતી. પરંતુ વ્યર્થ, કોઈ પગલાં લવાયા નથી એવો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.
બેસ્ટ અધિકારીઓએ આ તમામ આક્ષેપો ફગાવી દીધા છે કે એસી બસો મુસાફરોને ફક્ત શરૂ થનારા સ્ટોપ પરથી બેસાડે છે અને લાસ્ટ સ્ટોપ પર ઉતારે છે. મુસાફરો થી ભરેલી બસ રસ્તામાં કશે ઉભી રહેતી નથી. તેમજ એક સીટ પર એક જ વ્યક્તિ ને બેસાડવામાં આવે છે. આથી સોશિયલ ડિસ્ટનસિંગ નું પણ પુરૂ પાલન કરવામા આવે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
