Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈની ‘બેસ્ટ’ની એ.સી બસો કોવિડ સ્પ્રેડર્સ છે..?? વાંચો શુ કહેવું છે ભૂતપૂર્વ કર્મચારીનું..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 જુલાઈ 2020

બેસ્ટ સાથેના ટ્રાફિક વિભાગના ભૂતપૂર્વ અધિકારીએ આરોપ મૂક્યો છે કે ઉપક્રમની વાતાનુકુલિત બસો 'કોરોના સ્પ્રેડર્સ' હોઈ શકે છે, કારણ કે તેમાંના ઘણા ખાનગી કોન્ટ્રાક્ટરોની છે, જેમની પાસે સામાન્ય રીતે સેનિટેશન પ્રોટોકોલનો કોઈ રેકોર્ડ નથી. વળી, કેટલાક રૂટો પર, આ એ.સી. બસો કંડકટર વિના ચાલે છે અને ત્યાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવતું નથી.

આ પૂર્વ ટ્રાફિક અધિકારી, વકીલ પણ છે, જેણે એવો આક્ષેપ કર્યો છે કે "બેસ્ટ મુસાફરો અને કર્મચારીઓની જિંદગી સાથે રમી રહ્યું છે, કારણકે  જ્યારે સાબિત થઈ ગયું છે કે COVID-19 ની વચ્ચે એર કંડિશનરનો ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે, ત્યારે બેસ્ટ ઉપક્રમ અનેક રૂટો પર એસી બસો ચલાવે છે." તેમણે આ અંગે મુખ્ય પ્રધાન કચેરી માં ફરિયાદ કરી હતી. પરંતુ વ્યર્થ, કોઈ પગલાં લવાયા નથી એવો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

બેસ્ટ અધિકારીઓએ આ તમામ આક્ષેપો ફગાવી દીધા છે કે એસી બસો મુસાફરોને ફક્ત શરૂ થનારા સ્ટોપ પરથી બેસાડે છે અને લાસ્ટ સ્ટોપ પર ઉતારે છે. મુસાફરો થી ભરેલી બસ રસ્તામાં કશે ઉભી રહેતી નથી. તેમજ એક સીટ પર એક જ વ્યક્તિ ને બેસાડવામાં આવે છે. આથી સોશિયલ ડિસ્ટનસિંગ નું પણ પુરૂ પાલન કરવામા આવે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version