Site icon

જ્યારે મલાડ બની રહ્યું છે કોરોના નું હોટસ્પોટ, ત્યારે કામ આવી રહી છે એસ.આર.એ હેઠળ તૈયાર થયેલી શ્રીજી પેરેડાઇઝ બિલ્ડીંગ.

ન્યૂઝ કંટીન્યૂઝ

મુંબઈ શહેરનો મલાડ વિસ્તાર હવે કોરોના હોટ સ્પોટ બની ગયો છે. મલાડના અમુક વિસ્તારમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે અને આંકડા કહી રહ્યા છે કે આગામી ૧૩ દિવસમાં આ વિસ્તારમાં કોરોના ના દર્દીઓ ની સંખ્યા બમણી થઇ શકે છે. આ પરિસ્થિતિમાં સમાજને ઉપયોગી થવાની ભાવના સાથે એક ગુજરાતી વેપારી આગળ આવ્યા છે. મલાડ પશ્ચિમ માં ખજુરીયા ટેન્ક રોડ પાસે તૈયાર ઇમારત શ્રીજી પેરેડાઇઝ ને કોરોના ના દર્દીઓ માટે સમર્પિત કરવામાં આવી છે. ૧૯ માળ ની ૧૩૦ ફ્લેટ ધરાવતી આ ઈમારત માં હાલ ૫૦૦ જેટલા કોરોનાથી પીડાઈ રહેલા લોકો રહી રહ્યા છે.

Join Our WhatsApp Community

 વાત એમ છે કે શ્રીજી શરણ ડેવલપર્સ દ્વારા એ એસ.આર.એ  હેઠળ મલાડ પશ્ચિમ માં શ્રીજી પેરેડાઇઝ બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. આ બિલ્ડીંગને ઓસી મળી ચૂક્યું છે તેમજ બિલ્ડિંગમાં તમામ મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ છે. આ પરિસ્થિતિમાં આ બિલ્ડિંગ ટેનન્ટ ને આપી શકાઈ હોત પરંતુ મોજુદા પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આર્થિક પાસાનો વિચાર ન કરતા ડેવલોપર શ્રી મેહુલભાઈ સંઘવીએ આ ઈમારતને મહાનગરપાલિકાને સોંપી દીધી છે. હંગામી ધોરણે અપાયેલી આ ઇમારતમાં પાલિકાના કર્મચારીઓ માટે ઓફિસ પણ બનાવવામાં આવી છે. બીજી તરફ ડેવલોપર દ્વારા ટેનન્ટ ને રાબેતા મુજબ ઘર ભાડું આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.
આ અનોખી સેવા સંદર્ભે જણાવતાં શ્રી મેહુલભાઇ સંઘવીએ જણાવ્યું કે, “વેપાર કરવો એક વાત થઈ અને સમાજ સેવા કરવી તે બીજી વાત છે. હાલ જે રીતે પરિસ્થિતિ વિપરીત છે ત્યારે નફા નુકસાન નો વિચાર ન કરતાં સમાજને શી રીતે કામમાં આવી શકીએ છીએ તે જોવું વધુ જરૂરી છે. શ્રીજી પેરેડાઇઝ બિલ્ડિંગને મહાનગરપાલિકાને સોંપવાનું સૂચન અમને સાંસદ સભ્ય શ્રી ગોપાલ શેટ્ટીએ કર્યું હતું. તેમણે જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં કોરોના સેન્ટર બનવું અનિવાર્ય છે. આથી તેમની વાતને માન આપીને તેમજ સ્લમ ડેવલપમેન્ટ ઓથોરિટીની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અમે આગામી અમુક સમય માટે આ બિલ્ડિંગ મહાનગરપાલિકાને સોંપ્યું છે. અમે આની બદલી મા રૂપિયાની આશા રાખી નથી”.

આ સમગ્ર વિષય સંદર્ભે મલાડ વોર્ડના ઓફિસર સંજોગ કબરે એ જણાવ્યું કે “અમે આ બિલ્ડિંગમાં પ્રત્યેક ફ્લેટમાં ચાર લોકોને રાખી રહ્યા છીએ. જ્યારે હોસ્પિટલોમાં જગ્યા ઓછી પડવા માંડી છે ત્યારે શ્રીજી ચરણ ડેવલપર્સ દ્વારા કરવામાં આવેલી મદદ સરાહનીય છે”. સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા જણાવવામાં આવ્યું કે “અત્યારે ઉત્તર મુંબઈને હોસ્પિટલ તેમજ વૈદકીય સુવિધાઓની જરૂર છે. જે તે જગ્યાએ સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થાય તે અમારો ધ્યેય છે. આથી અમે હાઉસિંગ સોસાયટીમાં પણ કોરોના સેન્ટર બનાવવાનો  પ્રસ્તાવ મૂક્યો. આ પ્રકારની ગતિવિધિ એક સકારાત્મક સંકેત છે”.

ઉલ્લેખનીય છે કે હાલ અનેક સામાજિક સંસ્થાઓ અલગ અલગ રીતે મદદ કરી રહી છે. એક તરફ જ્યારે રિયલ એસ્ટેટ સેક્ટર સૌથી ખરાબ આ પરિસ્થિતિમાં છે ત્યારે બીજી તરફ આ પ્રકારની મદદ કરવી એ અનોખું ઉદાહરણ પૂરું પાડે છે.

 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version