Site icon

આઘાડીમાં બિઘાડી : કૉન્ગ્રેસી નેતા સંજય નિરુપમે મહાવિકાસ આઘાડી સરકારના જ નિર્ણયની કરી આકરી ટીકા; કહી દીધી મોટી વાત, જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં વખતોવખત મહાવિકાસ આઘાડી સરકારમાં રહેલા મતભેદો બહાર આવ્યા છે. મુંબઈ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને અગ્રણી નેતા સંજય નિરુપમે અનેક વખત મહાવિકાસ આઘાડી સરકારના નિર્ણયોની ટીકા કરી છે. હવે ફરી એક વખત સરકારના અનલૉકના નિર્ણયની તેમણે  ટીકા કરી છે. મુંબઈમાં અનલૉક જાહેર કર્યા બાદ,પણ સામાન્ય નાગરિકોને થઈ રહેલી તકલીફ સામે તેમણે આંગળી ચીંધી છે. સરકારે અનલૉક હેઠળ દુકાનો તથા ઑફિસો ખોલવાની શરતી મંજૂરી આપી છે. જોકે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી નથી. બસની સંખ્યા ઓછી હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે, તો સામાન્ય નાગરિકો ઑફિસ કેવી રીતે જશે? એવો સવાલ મહાવિકાસ આઘાડી સરકારને સંજય નિરુપમે કર્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, રાજ્યમાં કોરોના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીનો આંક બમણો ; જાણો આજના તાજા આંકડા 

અહીં ઉલ્લેખનીય છે કે સંજય નિરુપમે વારંવાર મહાવિકાસ આઘાડીના નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી છે, પણ સાથે જ મુંબઈ કૉન્ગ્રેસની કામ કરવાની પદ્ધતિ સામે પણ તેમણે અનેક વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version