ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર
શિવસેના અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે વધુ એક વખત અણબનાવ બન્યો છે. મુંબઈ શહેરમાં રાહુલ ગાંધીની રેલીને રાજ્ય સરકારે પરવાનગી આપી નથી. કોરોના ને કારણે મુંબઈ શહેરમાં હાલ અનેક પ્રતિબંધો ચાલુ છે અને તે પરિસ્થિતિમાં સાર્વજનિક કાર્યક્રમ મોટાપાયે થઇ શકે તેમ નથી તેવું કારણ આગળ ધરીને રાજ્ય સરકારે રાહુલ ગાંધીની રેલીને પરવાનગી નકારી છે. હવે આ સંદર્ભે કોંગ્રેસ પાર્ટી બોમ્બે હાઈકોર્ટ ગઈ છે. જોવાનું એ રહે છે કે કોર્ટ આ સંદર્ભે શું ફેંસલો સંભળાવે છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં છેલ્લા ૨૩ વર્ષોથી શિવસેનાનું શાસન છે. જેને પડકારવા માટે રાહુલ ગાંધી મુંબઈ શહેરમાં રેલી આયોજિત કરી રહ્યા છે.
મુંબઈ વાસીઓ માટે મોટા સમાચાર : હવે મોડી રાત્રે રેલવે સ્ટેશન બહાર પણ વેક્સિનેશન થશે