ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ શહેરની લોકલ ટ્રેનમાં દૈનિક 60 લાખ લોકો સફર કરી રહ્યા હતા. હવે આ સંખ્યા ઘટીને માત્ર ૨૦ લાખ થઈ ગઈ છે. પશ્ચિમ રેલવે માં સાડા અગિયાર લાખ લોકો જ્યારે કે મધ્ય રેલવેમાં નવ લાખ લોકો પ્રવાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિના સુધી લોકલ ટ્રેનમાં સફર કરનારા લોકોનો આંકડો દૈનિક 50 લાખ સુધી પહોંચી ગયો હતો. હવે આંકડો વધી જવાને કારણે લોકલ ટ્રેનમાં ભીડ ઓછી થઈ છે જેને કારણે કોરોના નો ખતરો ઘટી ગયો છે.
આગામી 30 તારીખ સુધી આવી પરિસ્થિતિ રહે તેવી શક્યતા છે.