News Continuous Bureau | Mumbai
Mumbai Rain : મુંબઈના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. મુંબઈગરાઓ ની લાઈફલાઈન લોકલ ટ્રેનને ભારે વરસાદને કારણે અસર થઈ છે.
નદી પર બનેલો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો
પાલઘરમાં ભારે વરસાદને કારણે દેહરજે નદી પર બનેલો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે પાલઘર અને મનોર વાડા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. એટલું જ નહીં ભારે વરસાદને કારણે વેસ્ટર્ન લાઇનની લોકલ સેવા પણ ખોરવાઈ ગઈ છે.
જુઓ વિડીયો
#Road engineers and contractors are at their best these days. They studied in reputed institutes to give you such infrastructures which get washed away/submerged in rainwater despite knowing the high precipitation rate.
Drive carefully, as it’s been #raining heavily in #Palghar pic.twitter.com/v0C02ixD3P
— Diwakar Sharma (@DiwakarSharmaa) June 20, 2024
યલો એલર્ટ જાહેર
ભારે વરસાદને કારણે પાલઘર અને ઉમરોલી વચ્ચેનો રેલવે ટ્રેક પાણીથી ભરાઈ ગયો છે. પાલઘર વિરાર વચ્ચેની લોકલ ટ્રેન પણ ખોરવાઈ ગઈ છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ અહીંની લોકલ ટ્રેનો 30 થી 40 મિનિટ મોડી ચાલી રહી છે. હવામાન વિભાગે મુંબઈ, પાલઘર, રાયગઢ, થાણે અને નવી મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો :
