Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈની એક શાળાની ગુંડાગર્દી. કહ્યું ચૂપચાપ ફી ભરી દો નહીં તો આવતા વર્ષે એડમિશન નહીં આપવામાં આવે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 માર્ચ 2021 

મુંબઇના ગોરેગામ વિસ્તારની એક ખ્યાતનામ શાળાએ વિદ્યાર્થી અને તેમના માતા-પિતા પર રીતસરનો અત્યાચાર કર્યો છે.કોરોના ના સમયગાળામાં જ્યાં એક તરફ લોકો એકબીજાને સાચવી રહ્યા છે ત્યારે બીજી તરફ તે શાળાએ તમામ માતા-પિતાઓને ચીઠ્ઠી મોકલાવી છે કે જો પુરેપુરી ફી નહીં ભરવામાં આવે તો બાળકોને આવતા વર્ષે એડમિશન નહીં આપવામાં આવે. આ ઉપરાંત શાળા એવું પણ કહ્યું છે કે ફી તમામ પાલકોએ એડવાન્સમાં ભરવી પડશે.

ઉલ્લેખનીય છે કે ફીસ મામલે અત્યારે બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમજ મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રીએ તમામ શાળાઓને કહ્યું છે કે વિદ્યાર્થીઓ પાસે મર્યાદિત પૈસા લેવામાં આવે. તેવા સમયે આ નોટિસ પાઠવવામાં આવી છે.

આશ્ચર્યજનક વાત એ છે કે ફી પણ વધારી નાખવામાં આવી છે. હવે આ મામલો પાલકોના એસોસિએશન પાસે પહોંચ્યો છે. આવનાર દિવસોમાં શાળાની વિરુદ્ધમાં કાર્યવાહી થાય તો નવાઇ નહીં.

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version