ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૬ એપ્રિલ 2021
મંગળવાર
દિવંગત શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેના સૌથી વફાદાર એવા બાળા સાવંત ના પત્ની તૃપ્તિ સાવંત હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં તૃપ્તિ સાવંત ચૂંટણી હારી ગયા હતા. તેમજ તેઓ જે સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ એ સીટ છે જ્યાં શિવસેના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરે નું નિવાસસ્થાન માતોશ્રી છે. આમ બાળા સાહેબ ઠાકરેના નિવાસસ્થાન ના કટ્ટર શિવસૈનિક કાર્યકર્તા હવે ભાજપમાં આવી ગયાં.
દેવેન્દ્ર ફડનવીસે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો, કહ્યું નાના વેપારીઓને સવલત આપો.
