ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 ઓગસ્ટ 2020
મુંબઈને પાણી પહોંચાડતા સાત તળાવોમાં આજ સવાર સુધીમાં 13 લાખ 15 હજાર 423 મિલિયન લિટર અથવા 91 ટકા જેટલું પાણી એકઠું થઈ ગયું છે. આ પાણી મુંબઇકારોને 2021 ઑગસ્ટ સુધી ચાલશે. તેથી, આગામી એકથી બે દિવસમાં, બાકીનો 10 ટકા પાણી કાપ પાછો ખેંચી લેવાશે. એવાં સંકેતો મનપાએ આપ્યાં છે.
મુંબઈને દરરોજ 3800 મિલિયન લિટર પાણીની જરૂર પડે છે.. મુંબઈને સાત ડેમો દ્વારા પાણી પહોંચાડવા મા આવે છે. જેમાં મોડકસાગર, તાનસા, અપર વૈતરના, મધ્ય વૈત્રાણા, તુલશી, વિહાર અને ભાતસા નો સમાવેશ થાય છે. જોકે, આ વર્ષે જૂન અને જુલાઇમાં ઓછા વરસાદને કારણે ઓગસ્ટની શરૂઆતમાં સાત સરોવરોમાં 35 ટકા જ પાણી જમા થયું હતું. તેથી, મુંબઈમાં 20 ટકા પાણીનો કાપ લાગુ કરવામાં આવ્યો. જો કે, હવે પૂરતું પાણી એકઠું થઈ ગયું છે, આથી 10 ટકા પાણી કાપ જલ્દી જ પાછો ખેંચી લેવાશે.
આખા વર્ષ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી મેળવવા માટે 1 ઓક્ટોબરે મુંબઇના બધા સાત ડેમોમાં 14,47,363 મિલિયન લિટર પાણી હોવું જરૂરી છે. વર્ષ 2019 માં તે જ દિવસે 13,70,431 મિલિયન લિટર અથવા 95 ટકા પાણી એકત્રિત થયું હતું. જોકે આજ સવાર સુધીમાં સાત તળાવોમાં 13,15,423 મિલિયન લિટર પાણી એકઠું થયું છે. તેથી હવે માત્ર 1,31,940 મિલિયન લિટર પાણીની જ જરૂર છે. મુંબઈકરોને હવે તેમની વર્ષભરની તરસ છીપાવવા માટે માત્ર 9 ટકા પાણીની જરૂર છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે મુંબઇને પાણી પુરૂ પાડતા ચાર મહત્વપૂર્ણ તળાવો ઓવરફ્લો થવા લાગ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સારા વરસાદને કારણે, મુંબઇને પાણી પહોંચાડતા તળાવોમાં 91 ટકા પાણી એકઠું થઈ ગયું છે. જો પાણીનો પુરવઠો 95 ટકા સુધી પહોંચે તો મુંબઇ મહાનગરપાલિકા તાત્કાલિક બાકીનો 10 ટકા પાણી કાપ પાછો ખેંચી લેશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
