Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ બનાનાર પરિવારનું ઘર કટ્ટરપંથીઓએ સળગાવ્યું. જાણો વિગત.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 જાન્યુઆરી 2021 

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં, લગભગ ત્રણ મહિના પહેલા હિન્દુ ધર્મ તરફ વળેલા મુસ્લિમ વ્યક્તિના જીવંત પરિવારને બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ શનિવારે રાત્રે કેટલાક શખ્સો તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને પરિવારને અંદરથી બંધ કરી દીધા હતા. ત્યારબાદ તેઓએ ઘરને આગ ચાંપી દીધી હતી. જોકે, પરિવારના કેટલાક લોકો કોઈક રીતે પાછળનો દરવાજો ખોલવામાં સફળ થયા અને ત્યાંથી તેમના બાળકો સાથે છટકી ગયા હતાં. 

Join Our WhatsApp Channel

આ અંગેની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં કરી હતી. ગામના સરપંચ સહિત પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્યની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ ગુનેગારોને પકડવા વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. 

નોંધનીય છે કે, ત્રણ મહિના પહેલા આ પરિવાર હિન્દુ ધર્મમાં ફેરવ્યો હતો. આ ગામનો રહેવાસી મોહમ્મદ અનવર લગભગ ત્રણ મહિના પહેલા હિંદુ ધર્મ તરફ પાછો વળ્યો હતો. તેણે પોતાનું નામ બદલીને દેવ પ્રકાશ પટેલ રાખ્યું. તેણે તેમના બાળકોના નામ પણ દેવનાથ, દીનદયાળ અને દુર્ગા દેવી રાખ્યા. સપ્ટેમ્બર 2020 માં, વૈદિક વિધિઓ મુજબ, તે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો હતો.

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version