Site icon

મસ્જિદ મુસ્લિમોએ કૃષ્ણ મંદિરને સોંપી દેવી જાેઈએ : યુપીના મંત્રી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ઉત્તર પ્રદેશના અન્ય એક મંત્રી લક્ષ્મી નરૈન ચૌધરીએ કહ્યું હતું કે જાે કૃષ્ણ મંદિર મથૂરામાં નહીં બને તો શું પાકિસ્તાનના લાહોરમાં બનાવવામાં આવશે? ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઇ રહી છે તે પહેલા મથૂરાનો વિવાદ વધી રહ્યો છે. જ્યારે અગાઉ ઉત્તર પ્રદેશના જ અયોધ્યાનો વિવાદ પણ આ જ રીતે ચર્ચામાં રહ્યો હતો.અયોધ્યા જેવો જ વિવાદ મથૂરામાં ઉભો થઇ રહ્યો છે. એવામાં બળતામાં ઘી હોમવા જેવુ નિવેદન ઉત્તર પ્રદેશના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ આપ્યું છે. આનંદ સ્વરૂપે કહ્યું છે કે મુસ્લિમોએ મથૂરાના મંદિરના પરિસરમાં જે મસ્જિદ આવેલી છે તેને મંદિરના ટ્રસ્ટને સોપી દેવી જાેઇએ. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ અને કેટલાક હિન્દુ સંગઠનો દાવો કરી રહ્યા છે કે આ મંદિરની નજીક જે મસ્જિદ આવેલી છે તે મંદિરના ટ્રસ્ટની જમીન પર બનાવવામાં આવી છે માટે તેના પર ટ્રસ્ટનો અધિકાર પહેલા છે. કેટલાક હિન્દૂ સંગઠનોએ જાહેરાત કરી હતી કે આ મસ્જિદમાં તેઓ કૃષ્ણની મૂર્તિ સૃથાપિત કરશે. સાથે જ આ માગ સાથે રેલીઓ પણ કાઢશે.  જેને પગલે બાબરી ધ્વંસની વરસીએ છ તારીખે મથૂરામાં કરફ્યૂ જેવો માહોલ હતો. એવામાં હવે ઉત્તર પ્રદેશના મંત્રી આનંદ સ્વરૂપે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ મસ્જિદને મુસ્લિમોએ હિન્દૂઓને સોપી દેવી જાેઇએ. મંત્રીએ દાવો કર્યો હતો કે ડો. રામ મનોહર લોહિયાએ કહ્યું હતું કે ભારતના મુસ્લિમોએ એ માનવું જાેઇએ કે રામ અને કૃષ્ણ તેમના પૂર્વજાે છે જ્યારે બાબર, ઓરંગજેબ અને અકબર હુમલાખોરો હતા અને તેમના દ્વારા જે પણ ઇમારત બનાવવામાં આવી હોય તેની સાથે મુસ્લિમોએ પોતાને ન જાેડવા જાેઇએ. મંત્રીએ કહ્યું હતું કે મુસ્લિમ સમાજે સામે ચાલીને આગળ આવવું જાેઇએ અને મથૂરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં જે વ્હાઇટ સ્ટ્રક્ચર આવેલું છે તેને હિન્દૂઓને સોપી દેવું જાેઇએ.

વિકી અને કેટરીના લગ્ન બાદ સાઈન કરવા જઈ રહ્યા છે ફિલ્મ, પહેલીવાર જોવા મળશે સાથે? જાણો વિગત
 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version