Site icon News Continuous Bureau | Mumbai

હવે કોરોનાની સાથે જીવતા શીખવું પડશે.. મનપા ચલાવશે ‘મારુ કુટુંબ મારી જવાબદારી’ અભિયાન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 સપ્ટેમ્બર 2020

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા જાહેર કરાયેલું 'માય ફેમિલી, માય રિસ્પોન્સિબિલીટી' અભિયાન 15 સપ્ટેમ્બરથી મુંબઇમાં લાગુ કરવામાં આવશે. આમાં, દરેક મુંબઇકર, લોકોના પ્રતિનિધિઓ, એનજીઓની ભાગીદારી સાથે, કોવિડ 19 ના નિયંત્રણ માટે નવી જીવનશૈલી અપનાવવા પર ભાર આપવામાં આવશે. એવી માહિતી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલે આપી હતી.

'મારુ કુટુંબ, મારી જવાબદારી!' અભિયાન હેઠળ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નિયુક્ત સ્વયંસેવકો પાલિકા વિસ્તારના દરેક ઘરે ઘરે જઈને લોકોના તાવ અને ઓક્સિજનના સ્તરની તપાસ કરશે. ઉપરાંત આરોગ્ય શિક્ષણ, 'કોવિડ 19' ના શંકાસ્પદ દર્દીઓની શોધ કરી સારવાર માટે રેફરલ સેવાઓની જોગવાઈ સહિતના સંદેશાઓ આપવામાં આવશે.

આ અભિયાનમાં ડાયાબિટીઝ, હ્રદયરોગ, કિડનીના રોગ, મેદસ્વીપણા અને સારવાર માટે રેફરલ સેવાઓ જેવા રોગોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સ્વયંસેવકો ઝુંબેશના કુલ સમયગાળા દરમિયાન દરેક પરિવારની લગભગ બે વાર મુલાકાત લેશે. સાથે જ કુટુંબ ને સમજાવશે કે પરિવારના સભ્યોએ દૈનિક જીવનમાં કેટલી સાવધાની રાખવી જરૂરી છે. આમાં સ્વ-સ્વચ્છતા, માસ્ક પહેરીને, ભીડને ટાળવી, પોતાના પરિવારના સભ્યોની સંભાળ લેવી, તમારી ઓફિસની જગ્યાએ સંભાળ લેવી, સેનિટાઈઝેશન જંતુમુકત થવું, સંબંધીઓની મુલાકાત લેવાનું ટાળવું, અને જો તમને કોરોનાનાં લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જેવી માહિતી અને જાગરૂકતા શામેલ છે…

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version