ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ વિખરાતી હાલતમાં છે.
છેલ્લા 5 વર્ષમાં લગભગ 433 ધારાસભ્યોએ પાર્ટી બદલી છે. એમાંથી 42 ટકા કોંગ્રેસના છે.
ગુજરાતમાં 21 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે.
આમાંથી ફરી ચૂંટણી લડી 14 ઉમેદવારો જીત્યા તો 7ને હારનો સામનો કરવો પડ્યો છે.
એસોશિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના એરક રિસર્ચ પ્રમાણે, કોંગ્રેસથી છેડો ફાડનાર ધારાસભ્યોનું પ્રમાણ સૌથી વધારે છે. જેમણે બીજા પક્ષમાં જોડાવા માટે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
