Site icon

Nagpur Bomb Threat: મુંબઈ બાદ હવે નાગપુરના આ સાયન્સ સેન્ટરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.. પોલીસ કેસ નોંધાયો..

Nagpur Bomb Threat: રમણ સાયન્સ સેન્ટરમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ પોલીસ તરત જ સક્રિય થઈ ગઈ હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રવિવારે આ માહિતી મળતા, આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી…

Nagpur Bomb Threat After Mumbai, now this science center in Nagpur received a bomb threat.. Police case registered

Nagpur Bomb Threat After Mumbai, now this science center in Nagpur received a bomb threat.. Police case registered

 News Continuous Bureau | Mumbai

Nagpur Bomb Threat: મહારાષ્ટ્રના નાગપુરમાં સાયન્સ સેન્ટરને ( Science Center ) બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. રમણ સાયન્સ સેન્ટરમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ પોલીસ તરત જ સક્રિય થઈ ગઈ હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રવિવારે આ માહિતી મળતા, આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હાલ ધમકી આપનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે મુંબઈના વિવિધ સ્થળો ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ ( Threat Mail ) શુક્રવારે મુંબઈ પોલીસને ( Mumbai Police ) મળ્યો હતો, ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ( Bomb Disposal Squad ) અને અન્ય સુરક્ષા એજન્સીઓને પરિસરની સંપૂર્ણ તપાસ માટે તૈનાત કરવામાં આવી હતી. જો કે આ સ્થળોએ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી. આ અંગે પોલીસે આસપાસના વિસ્તારમાં શોધખોળ તેજ કરી છે અને પેટ્રોલિંગ ( Patrolling ) માટે વધારાના જવાનોને તૈનાત કર્યા છે.’

શું છે આ મામલો..

નોંધનીય છે કે, રમણ સાયન્સ સેન્ટરનું ( Raman Science Centre ) નામ નોબેલ પુરસ્કાર વિજેતા ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રમનના નામ પર રાખવામાં આવ્યું છે. તે મુંબઈમાં નેહરુ સાયન્સ સેન્ટર સાથે જોડાયેલું છે. મુંબઈમાં મળેલ ઈમેલ બાદ હવે આ ઈમેલમાં પણ તેવી જ ( Bomb Threat )ધમકી મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Mazagon Dock 10K Run: મુંબઈના મઝડોકની ઐતિહાસિક 250મી વર્ષગાંઠ નિમિત્તે, વિશેષ Mazdock Mumbai 10K રનનું સમાપન..

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, નાગપુર પહેલા મુંબઈના ઘણા મ્યુઝિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી પણ મેઈલ દ્વારા આપવામાં આવી હતી . આ પછી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડને તૈનાત કરવામાં આવી હતી. મેલમાં જે સ્થળોએ બ્લાસ્ટની ચેતવણી મળી હતી તેમાં છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમ, વરલીમાં નહેરુ સાયન્સ સેન્ટર અને અન્ય ઘણા સંગ્રહાલયોનો સમાવેશ થાય છે.

આ પછી, પોલીસે એલર્ટ જારી કરી, વિસ્તારમાં ભીડ ઓછી કરી અને તમામ મામલાની તપાસ શરૂ કરી હતી. જો કે, નાગપુરના સાયસન્સ સેન્ટરમાં પણ બોમ્બના કોઈ પુરાવા મળ્યા નથી. હવે પોલીસ ધમકી આપનારને શોધવામાં વ્યસ્ત છે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version