Site icon News Continuous Bureau | Mumbai

 છત્રી રેઇનકોટ સાથે જ રાખજો- મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી વરસશે ધોધમાર વરસાદ- જાણો હવામાન વિભાગનો વર્તારો 

News Continuous Bureau | Mumbai  

મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્ર(Maharashtra)માં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ(rain)ની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે(IMD) આ અંગે ચેતવણી આપી છે. વિદર્ભમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 6 અને 7 જુલાઈએ કેટલાક સ્થળોએ મૂશળધાર વરસાદ(Heavy rain)અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો અને બંગાળ(West Bengal)ની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારોની રચનાને કારણે મહારાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

દરમિયાન મુંબઈ(Mumbai)માં આજે સાંજે ભારે વરસાદ પડશે. મુંબઈ અને થાણે(Thane)માં આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેથી કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

આ સમાચાર પણ વાંચો : શિવસેનાના પડેલા ભંગાણનો લાભ ખાટવા MNSનું મહાસંપર્ક અભિયાન-રાજ ઠાકરેનો પુત્ર શિવસેનાના ગઢમાં કરશે એન્ટ્રી-જાણો વિગત

હાલમાં મુંબઈ સહિત પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. કોંકણમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત પાલઘર જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનમાં શરૂ થયેલો વરસાદ જુલાઈમાં દેશના કેટલાક ભાગોમાં તીવ્ર બન્યો છે.

Gujarat Weather Update કચ્છના માંડવીમાં આભ ફાટ્યું માત્ર બે કલાકમાં ૫ ઇંચ ખાબક્યો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ
Maharashtra FDA Seizes Food Stock તહેવારો ટાણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું મોટું ઓપરેશન, ₹૪.૩૨ કરોડનો ભેળસેળયુક્ત ખાદ્ય જથ્થો જપ્ત
Rajasthan Politics રાજસ્થાનમાં દિગ્ગજોના ગઢમાં જ ભાજપનો સફાયો પૂર્વ CMથી લઈને પ્રભાવશાળી મંત્રીઓને મોટો ફટકો
Gurugram Hit And Run Case ગુરુગ્રામ હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા અકસ્માત સર્જીને ફરાર થયેલો આરોપી ડ્રાઇવર રાજસ્થાનથી ઝડપાયો
Exit mobile version