Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો- એકનાથ શિંદે જ શિવસેનાના ગ્રુપ લીડર- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

વિધાનસભાના(Assembly) અધ્યક્ષપદની ચૂંટણી(Election of Chairman) રવિવારે હાર્યા બાદ શિવસેનાને(Shivsena) વધુ એક મોટો આંચકો લાગ્યો છે. શિવસેનાના અજય ચૌધરીને(Ajay Chaudhary) જૂથ નેતા તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે. એકનાથ શિંદે(Eknath Shinde) જ ગ્રુપ લીડર હશે. વિધાનસભા સચિવાલયે(Legislative Secretariat) એકનાથ શિંદેને પત્ર મોકલ્યો છે. તેથી શિવસેનાને માટે સૌથી મોટો ફટકો માનવામાં આવે છે.

Join Our WhatsApp Channel

શિવસેના વતી અજય ચૌધરીની જૂથ નેતા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે હવે આ નિમણૂક રદ કરવામાં આવી છે. વિધાનસભા સચિવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભરત ગોગાવલેને(Bharat Gogavale) પત્ર મોકલ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સુનિલ પ્રભુની(Sunil Prabhu) ચીફ વ્હીપ(Chief Whip) તરીકેની નિમણૂક રદ કરવામાં આવી છે અને ભરત ગોગાવલેને જૂથ નેતાતરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દરમિયાન વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં હાર બાદ આજે શિવસેનાને મોટો ફટકો પડ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : ભાજપના સાંસદોને રાહુલ ગાંધીનો ફેક વીડિયો વાયરલ કરવો પડ્યો ભારે-કોંગ્રેસે આ રાજ્યમાં નોંધાવ્યો કેસ-જાણો વિગતે 

વિધાનસભાએ સ્પષ્ટતા કરી છે કે એકનાથ શિંદે અને ભરત ગોગાવલે વિધાનસભાના જૂથના નેતાઓ અને પ્રતિનિધિઓ હશે. આ નિર્ણયથી શિવસેનાની કાનૂની મુશ્કેલી વધી છે. 

શિવસેના આ મામલામાં કોર્ટમાં જઈ શકે છે. મહાવિકાસ અઘાડી(Mahavikas Aghadi) સાથે શિવસેનાના 16 ધારાસભ્યોની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ કે, પક્ષ દ્વારા જારી કરાયેલા વ્હીપને ન સાંભળવા  બદલ તેમની સામે વિધાનસભામાં કાર્યવાહી થાય તેવી શક્યતા છે.
 

Maharashtra UCC Controversy યુનિફોર્મ સિવિલ કોડ પર મહારાષ્ટ્રમાં વિવાદ! જસ્ટિસ ચવ્હાણે કમિટીમાંથી આપ્યું રાજીનામું; આ બે મહત્વના મુદ્દાઓથી નારાજ
MumbaiAhmedabad Highway Accident પાલઘર નજીક દૂધનું ટેન્કર પલટી ગયું; ઢોળાયેલું દૂધ ભરવા સ્થાનિકોની પડાપડી; જુઓ વિડીયો
Kalyan Extortion Case કલ્યાણમાં કેબલ વેપારી પાસેથી ₹૧૦,૦૦૦ નો હપ્તો માંગનાર રીઢો ગુનેગાર પિસ્તોલ સાથે ઝડપાયો મહાત્મા ફૂલે પોલીસની મોટી કાર્યવાહી
Boisar ATM Card Swap Fraud બોઈસરમાં એટીએમ કાર્ડ બદલીને ₹૫૦,૦૦૦ ની છેતરપિંડી આચરનાર ગઠિયો ઝડપાયો રોકડ અને વાહન જપ્ત, પોલીસ તપાસ તેજ
Exit mobile version